તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:શહેરાની મહિલા TDOની પડખે પાનમ મહિલા સંગઠન

ગોધરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • TDOની વહીવટી કાર્યપદ્ધતિ સામે વિરોધ ઉઠ્યો
  • મહિલા સંગઠનની ડીડીઓ-કલેક્ટરને રજૂઆત

શહેરા તાલુકાના મહિલા તાલુકા વિકાસ અધિકારીની વહીવટી કાર્યપદ્ધતિ સામે શહેરાના પદાધિકારીઓ સહિત તાલુકા સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો તેમજ સંરપચો એકજૂટ થઇને ટીડીઓ વિરુદ્ધ સૂત્રચ્ચાર કરીને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને ગોધરા ખાતે જિલ્લા પંચાયતમાં લેખિત રજૂઆત કરી હતી. શહેરાના મહિલા ટીડીઓની ઇમાનદાર પૂર્વક થતી કામગીરીને બિરદાવીને ટીડીઓના ટેકામાં 3 હજાર પાનમ મહિલા સંગઠન આવતાં આક્ષેપ કરનારના પેટમાં તેલ રેડાયું હતું.

મહિલા ટીડીઓ ભ્રષ્ટાચાર મુક્ત કામગીરીને વખાણીને પાનમ મહિલા સંગઠનની મહિલોઓએ સોમવારે જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને લેખિત રજૂઆત કરીને મહિલા ટીડીઓને ટેકો આપ્યો હતો.એક બાજુ શહેરામાં થતાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ સામે મહિલા સંગઠને લેખિત રજૂઆતમાં જણાવેલું કે મહિલા સંગઠણ શહેરા તાલુકાના 30 ગામોમાં 3 હજાર મહિલાઓ કાર્ય કરી રહી છે.

ટીડીઓના આવ્યા બાદ અમારા ગામોમાં નરેગા વર્ક સાઇટ ચાલુ થયેલી છે. શ્રમિકોને સમયસર વેતન મળે છે. તેઓનું કામ પારદર્શક છે. મહિલા ટીડીઓ અંકિતા ઓજાના આવ્યા બાદ વચેટીયાઓનો પૈસા ખાવાનો ભ્રષ્ટાચાર ઓછો થઇ ગયો છે. તેઓએ તેમના હોદ્દા પ્રમાણે પારદર્શક કામગીરી કરીને ભ્રષ્ટાચાર અટકાવ્યો છે. ખોટા મસ્ટર તેમને કેન્સલ કર્યા છે. પાનમ મહિલા સંગઠન તેમની પર મુકેલા આક્ષપેનું ખંડણ કરીને આવા આક્ષેપ મુકાનાર સામે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તેવી માગ કરીને મહિલા ટીડીઓના ટેકામાં છીએ તેવી લેખિત રજૂઆત પાનમ મહિલા સંગઠને કરી હતી. હવે તો તપાસ બાદ જ બંનેમાંથી કોણ સાચુ છે તે બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...