તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક:પંચમહાલમાં ડાંગર ભરવાના કોથળા ખલાસ : ટેકાના ભાવની ખરીદી બંધ

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડાંગરની ખરીદી કરીને ખેડૂતોના ખાતામાં 7.89 કરોડ ચૂકવ્યા

સરકાર દ્વારા ખેડુતોના પાકને ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરાતાં ખેડુતોએ ડાંગર વેચવા રજી. કરાવી ડાંગર વેચવા ખરીદી કેન્દ્ર ઉમટયા હતા. શરૂમાં ખેડૂતોએ સ્ટાફના અભાવે અને વજન કાંટા ઓછા હોવાથી ખેડુતોને ધક્કા ખાવા પાડતાં હતા. રજુઆત બાદ ખરીદ કેન્દ્રો પર સ્ટાફ અને વજનકાંટા વધુ મુક્યા હતા. સાૈથી વધુ રજી. કાકણપુર ખાતે કરાયું હતુ. ટેકાના ભાવની ખરીદી કરી ડાંગર ભરવા સરકારમાંથી 1.60 લાખ કોથળા મોકલ્યા હતા. જિલ્લામાં ડાંગર ભરતાં કોથળાઓ ખલાસ થયા હતા. સરકારમાંથી જ કોથળા ન આવતાં હાલ ડાંગરની ખરીદી બંધ કરવાની નોબત આવી હતી. એક બાજુ 31 મી ડિસેમ્બર છેલ્લી તારીખ હોવાથી ખેડુત ડાંગર ન વેચાત તો નુકસાની ભોગવી પડે ખરીદ કેન્દ્ર પર ટ્રેકટરમાં ભરીને ખરીદ કેન્દ્ર આવતાં કોથળા ન હોવાથી ખેડુત નિરાશ થયો હતો. પણ સરકારે ટેકાના ભાવની ખરીદીની તારીખ વધારશે તેવી પ્રબળ શકતાઓથી ખેડુતોને આંશીક રાહત અનુભવી હતી. પણ સત્તાવાર જાહેરત થઇ ન નથી. ત્યારે ડાંગર ભરવાના કોથળા વહેલી તકે આવી જશે તેમ સ્થાનીક તંત્ર જણાવી રહ્યું છે.

7 ખરીદી કેન્દ્ર પરથી ડાંગરની ખરીદી કરી
જિલ્લામાં 7 ખરીદ કેન્દ્ર પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી. બજાર ભાવ કરતાં 100 રૂ વધુ હોવાથી ખેડૂતો ડાંગર વેચવા લાઇન લગાવી હતી. અત્યાર સુધી 2210 મે.ટન ડાંગરની ખરીદી ટેકાના ભાવે કરી હતી.સરકારે 7.89 કરોડની ડાંગરની ખરીદી કરીને તેઓના ખાતાં જમાં કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો