તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:મકાનકુવા વિસ્તારમાં પાણીની સમસ્યાઅોથી મહિલામાં રોષ : આંદોલનની ચીમકી ઉચ્ચારી

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિસ્તારમાં કૂવો પૂરી દેતાં રહીશો પાણી માટે ફાંફાં મારી રહ્યા છે

ગોધરાના મકાનકુવા વિસ્તારના કુવામાં ગંદુ પાણી હોવાથી પાલિકાએ કુવો પુરતા મકાનકુવા વિસ્તાર કુવા વગરનો થયો હતો. ત્યારે પાણીની સમસ્યાથી ગોધરાના અન્ય વિસ્તારના કુવાઓને રીચાર્જ કરીને વિસ્તારમાં પાણી પહોચાડી રહ્યા છે. ત્યારે મકાનકુવાના કુવામાં ગંદુ પાણી આવતું હોવાનું જણાવીને રાજુ દરજી પ્રમુખ હતા તે દરમ્યાન પુરાયો હોવાનું રહીશો જણાવી રહ્યા છે. ત્યારે હાલ પાલિકાના પીવાનું પાણી 10 મીનીટ આવે છે.

તેમાય 5 મીનીટ ગંદુ પાણી આવતું હોવાથી રહીશોને પાણી સમસ્યાઓના નીકાલ માટે હૈન્ડપંપનો સહારો લેવો પડે છે. અનેક રજુઆત કરવા છતાં પાલીકાના સત્તાધીશો રજુઆતો ધ્યાને ના લેતાં રહીશો પાણીની મુશ્કેલી વેઠી રહ્યા છે. મકાનકુવા વિસ્તારમાં એક જ હેન્ડ પંપ પરથી પાણી ખેંચીને મહીલાઓ થાકી જતાં સત્તાધીશોને અન્ય જગ્યાની જેમ મોટર મુકવાની રજુઆત કરતાં પાલીકાએ તેની પણ ના પાડી દેવા સ્થાનિક રહીશોમાં આક્રોશ દેખાયો છે. સાથે સ્થાનિક રહીશો પાણીના સંદર્ભે પાલીકાને લેખીત રજુઆત કરીને આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો