રસીકરણ:પંચમહાલના 8.41 લાખ યુવાનોમાંથી ફક્ત 3 ટકા યુવાનોએ વેક્સિન મૂકાવી

ગોધરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 1,82,329 પુરુષ અને 168432 સ્ત્રીઓએ વેક્સિનેશન કરી દીઘું : 18થી 44 વર્ષના 23,869 યુવાનોએ કોરોનાની રસી મૂકાવી

કોરોના મહામારીમાં ત્રીજી વેવની સંભાવનાને જોતા સરકાર દ્વારા રસીકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત 18 વર્ષથી 44 વર્ષની ઉંમર ધરાવતા યુવાનો માટે પણ રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં હાલ સમગ્ર પંચમહાલ જિલ્લામાંથી યુવાનો તરફથી કોરોના રસીકરણ માટે પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે. ટૂંકા સમયમાં જ જિલ્લાના કુલ 23,869 યુવાનોએ રસી લઈ પોતાને કોરોના સામે સુરક્ષિત કર્યા છે. જિલ્લાના આ વય જૂથના કુલ 8.41 લાખથી વધુ યુવાઓ પૈકી 3 ટકા યુવા વેક્સિનેટ થઈ ચૂક્યા છે. બાકીના વ્યક્તિઓ પણ નીડરપણે આગળ આવી રસી મુકાવે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વિવિધ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. કુલ 25 રસીકરણ કેન્દ્રો આ માટે જિલ્લામાં કાર્યરત કરવામાં આવ્યા છે. ઓછું વેક્સિનેશન ધરાવતા વિસ્તારોમાં અધિકારીઓએ મુલાકાત લઈ સંવાદ દ્વારા વેક્સિનેશનનું પ્રમાણ વધે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ગ્રામીણ વિસ્તારમાં રજિસ્ટ્રેશન કરવા પોલીસ મથક, આરોગ્ય કેન્દ્રો સહિત કેટલીક જગ્યા રસી માટે મોબાઇલથી ગામવાસીઓને રજિસ્ટ્રેશન કરાવી આપે છે.

જિલ્લાના 45 વર્ષથી વધુના 2.70 લાખથી વધુ નાગરિકોને પણ રસી અપાઈ ચૂકી છે. પંચમહાલ જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડે તમામ નાગરિકોએ કોઈ પણ ડર, અફવા કે ગેરસમજમાં દોરવાયા વિના માર્ગદર્શિકા પ્રમાણે કોરોના વેક્સિનેશન માટે આગળ આવવું જોઈએ તેમ જણાવ્યું હતું.

સ્લોટ ફુલ થતાં શહેરના યુવાનો ગ્રામીણ વિસ્તારમાં રिजि््જિસ્ટ્રેશન કરાવી રહ્યા છે
પંચમહાલ જિલ્લામાં કુલ 350761 જણાએ કોરોનાની રસી મુકાવી છે. જેમાં 1,82,329 પુરુષ અને 168432 સ્ત્રીઓએ વેક્સિનેશનમાં ભાગ લીધો છે. જેમાં 60 વર્ષના 1,34443 તથા 45-60 વર્ષના 156687 વ્યક્તિઓએ રસીકરણ કરાવ્યું છે. જિલ્લામાં કોવેક્સિન કરતા કોવિશીલ્ડના ડોઝ વધુ મુકાવ્યા છે. જ્યારે 18 થી 44 વર્ષના યુવાનો શહેરી વિસ્તારમાં સ્લોટ ફુલ થઇ જતાં ગ્રામીણ વિસ્તારમાં રસીનું રજીસ્ટર કરી રહ્યા છે.

તાલુકા પ્રમાણે થયેલ રસીકરણ
ગોધરા7667
કાલોલ4483
હાલોલ5049
શહેરા3103
મોરવા(હ)1651
ઘોઘંબા1673
જાંબુઘોડા243
કુલ

પંચમહાલમાં શનિવારે કોરોનાના 5 કેસ નોંધાતાં કુલ આંક 9581
ગોધરા. પંચમહાલ જિલ્લામાં શનિવારે 5 કોરોનાના પોઝિટિવ દર્દીઓ મળી આવતા જિલ્લામાં કોરોના કુલ 9581 કેસ થવા પામ્યા હતા. 5 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 69 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી ગોધરા શહેરમાંથી 2 કેસ મળી આવતા શહેરી વિસ્તારોમાંથી મળી આવેલા કેસોની સંખ્યા 5510 થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોમાં શહેરા ગ્રામ્યમાં 2 અને કાલોલ ગ્રામ્યમાંથી 1 કેસ મળી આવતાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના કુલ કેસની સંખ્યા 4071 થવા પામી છે.

9326 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વગૃહે પરત ફર્યા હતા. જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 119 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં 45 વર્ષથી ઉપરના લોકોનું વેકસિનેશ ચાલી રહ્યું છે. શનિવારે 45 વર્ષથી ઉપરના 148 વ્યક્તિઓએ રસી મુકાવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 272736 વ્યક્તિઓએ રસી મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...