તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વેક્ષણ:પંચમહાલના 7581 શિક્ષકોમાંથી 1776 શિક્ષકોએ કસોટી આપી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં માત્ર 23.43 ટકા શિક્ષકો હાજર રહ્યાં
  • હાલોલમાં સૌથી ઓછા 10.17 ટકા શિક્ષક હાજર રહ્યાં

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની સજ્જતા સર્વે કસોટી જાહેર કરવામાં અાવી ત્યારથી સરકાર તથા રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંધ દ્વારા કસોટીનો વિરોધ કરવામાં અાવ્યો હતો. જ્યારે ગુજરાત રાજય પ્રાથમીક શિક્ષક સંધ કસોટીની તરફેણમાં રહીને શિક્ષકોને કસોટી અાપવાનુ અાહવાન કર્યુ હતુ. અામ વિરોધ અને તરફેણની વચ્ચે સરકારે 24 અોગષ્ટના રોજ શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી લેવાનું જાહેર કરી દીધુ હતુ. જેને લઇને મંગળવારના રોજ યોજાનાર કસોટીને લઇને પંચમહાલ જિલ્લામાં 124 સ્થળે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી માટે તમામ તૈયારીઅો પુર્ણ કરી દીધી હતી. અને શિક્ષણાધિકારીઅે જણાવ્યું હતુ.

સોમવારની બપોર સુઘી જિલ્લાના 80 ટકા જેટલા શિક્ષકોઅે હોલ ટીકીટ ડાઉનલોડ કરી દીધી છે. જેને લઇને વધુ સંખ્યામાં શિક્ષકો શિક્ષણ સજ્જતા સર્વેક્ષણની કસોટીમાં હાજર રહેશે તેવુ જણાવ્યુ હતુ. તથા પંચમહાલ જિલ્લા પ્રાથમિક શીક્ષણાધિકારી તથા તાલુકાના ટીપીઅો સાથે મળીને શિક્ષકોને કસોટીની સમજ અાપીને કસોટી અાપવા સમજાવ્યા હતા. પરંતુ મંગળવારે કસોટીના દિવસે જિલ્લાના 7581 પ્રાથમિક શિક્ષકોમાંથી ફક્ત 1776 શિક્ષકો સજ્જતા સર્વે કસોટીમાં હાજર રહેતા કસોટીનો ફિયાસ્કો થયો હોવાનું જણાઇ રહ્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાંય દિવસોથી વિવિધ શિક્ષણ સંગઠનો દ્વારા સર્વેક્ષણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિરોધમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા છે તે વાતને કસોટીના દિવસે શિક્ષકોેેએ પુરવાર કરી હતી. શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિવિધ પ્રકારની પરીક્ષાઓ પાસ કરીને આવતા હોવા છતાં વધુ એક પરીક્ષા કેમ લેવાવી કે આપવી જોઇએ?

ગેરહાજર શિક્ષકોની સંખ્યા તથા ટકાવારી

તાલુકોહાજરગેરહાજરટકા
ગોધરા295152316.23
હાલોલ10491910.17
કાલોલ29654635.15
જાબુંઘોડા5615226.92
ઘોઘંબા146104012.31
શહેરા349117522.9
મોરવા(હ)53045054.08
કુલ1776580523.43
અન્ય સમાચારો પણ છે...