તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગામડામાં જાગૃતતા વધી:પંચમહાલ જિલ્લાના 620 પૈકી 68 ગામ 100% રસીકરણ સાથે સજ્જ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા ગ્રામીણો સજ્જ થયા
  • જિલ્લામાં કુલ વેક્સિનેશન 60 ટકા પર પહોચ્યું : 10 લાખ લોકોઅે કોરોનાની રસી મુકાવી દીધી

પંચમહાલ જિલ્લામાં અાવનારા સમયમાં ત્રીજી સંભવીત કોરોની લહેરને લઇને અારોગ્ય વીભાગ દ્વારા વેક્સિનેશ ઝડપી બનાવતાં જિલ્લાના 620 ગામમાંથી 68 ગામમાં 100 ટકા વેક્સિનેશનની સિધ્ધી હાસિલ કરીને ત્રીજી લહેર સામે સુરક્ષીત બન્યા છે.

પંચમહાલ જિલ્લાના અગાઉ વેક્સિનેશન ધીમી ગતિઅે ચાલી રહ્યું હતુ|. પણ જિલ્લામાં નવીન અાવેલ જિલ્લા વિકાસ અધીકારી અર્જુનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં અારોગ્ય વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં કોરોનાની રસીકરણ અંગેની જાગૃતતા લાવતાં જિલ્લાના 620 ગામોમાંથી 68 ગામ 100 ટકા વેક્સીનેટેડ બન્યા છે. અાવનારા સમયમાં 100 ટકા રસીકરણમાં વઘુ ગામડાઅો ઉમેરાશે તેમ લાગી રહ્યુ છે. 100 ટકા વેક્સિનવાળા ગામડાઅોમાં ગોધરા તલાુકાન ા20 ગામો સમાવેશ થયા છે. ત્યારે પંચમહાલ જીલ્લામાં રસીકરણ ઝડપી બનતાં હાલ જિલ્લામાં 60ટકા વેક્સિનેશન થયું છે.

જિલ્લાના ગામમાં પ્રચાર તથા સરપંચ, સમાજના અગ્રણીઅો અને અારોગ્ય વિભાગની મહેનત રંગ લાવતાં 68 ગામો માં તમામ લોકો રસીકરણ કરાવ્યું હતુ. જિલ્લામાં કુલ 13.5 લાખ લોકોમાં 1067186 વ્યક્તિઅોઅે રસીકરણ કરાવી દીઘું છે. જેમાં પ્રથમ ડોઝ 8,00,465 અને બીજો ડોઝ 2,66,721 વ્યક્તિઅોઅે લઇને સ|ભવિત ત્રીજી લહેરનો સામનો કરવા સજ્જ બન્યા છે. ત્યારે ગોધરાના મુસ્લીમ વિસ્તારમાં અાશરે 20 ટકા જેટલું વેક્સિનેશન થતાં અા વિસ્તારમાં રસીકરણ વધારવા અાોરગ્ય વિભાગ દ્વારા સમાજના અગ્રણીઅો સામે મીટીંગ કરીને રસીકરણ વધારવા કમર કસી રહ્યા છે.

5 લાખ સ્ત્રીઅે રસી મુકાવી
1314879 વ્યક્તિઅોમાંથી પ્રથમ અને બીજો ડોઝ 10,67,186 લોકોઅે લીધો છે. જેમાં 5,66,588 પુરુષ અને 5,00,431 સ્ત્રીઅોઅે રસી મુકાવી છે. જિલ્લામાં 18થી 44 વર્ષના 4,49,007, 45થી 60 વર્ષના 3,45,793 અને 60 વર્ષથી ઉપરના 2,72,384 લોકોઅે બંને ડોઝ લીધા છે. કોવિડ શીલ્ડ રસી 9,12,042 અને કોવેક્સિન રસી 1,55,144 વ્યક્તિઅોઅે લીધી છે.

100 વેક્સિનેટેડ વાળા ગામની સંખ્યા

તાલુકાકુલ100%
ગામગામ
ગોધરા12620
હાલોલ12215
કાલોલ6814
જાંબુઘોડા554
મોરવા(હ)515
ઘોઘંબા1047
શહેરા943
---

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...