• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Out Of 620 Villages In Panchmahal District, 200% 100% Vaccinated 12.88 Lakh People Have Been Vaccinated And 70% Target Has Been Achieved.

વેક્સિનેશન:પંચમહાલ જિલ્લાના 620માંથી 200 ગામ 100% વેક્સિનેટેડ12.88 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ કરીને 70 ટકા લક્ષ્ય હાંસલ કરાયો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 12.88 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ કરીને 70 ટકા લક્ષ્ય હાંસલ કરાયો
  • 9.37 લાખે પ્રથમ, 3.51 લાખ લોકોઅે બીજો ડોઝ લીધો

કોરોના મહામારીને માત અાપવા વેક્સિનેશન મહત્વનું છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં લક્ષાંક સામે હાલ 70 ટકા જેટલું રસીકરણ પુર્ણ થઇ ગયું છે. જિલ્લામાં પ્રથમ અને બીજો ડોઝ કુલ 12,88,813 વ્યક્તીઅોઅે લઇ લીધો છે. જેમાં 9,37,725 વ્યક્તીઅોઅે પ્રથમ અને 3,51,088 વ્યક્તીઅોઅે રસીનો બીજો ડોઝ લીધો છે.

હાલ જિલ્લામાં છેલ્લા અેક માસ ઉપરાંતથી કોરોના અેક પણ કેસ નોધાયો નથી. પણ કોરોનાની ત્રીજી સંભવિત લહેર વઘુ ધાતક બની શકે તેમ હોવાથી અારોગ્ય વિભાગે અાગોતરા પગલા ભરવાનું શરુ કરી દીઘું છે. જેના ભાગરુપે જિલ્લામાં રસીકરણ વેગવતું બનાવવા રાત્રિ વેક્સિનેશન સેન્ટર પણ શરુ કર્યા છે. કોવિડ રસીકરણની કામગીરીમાં પંચમહાલ જિલ્લામાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થાય તે માટે જિલ્લાના દરેક તાલુકાઓમાં 225 જેટલા રાત્રિ વેક્સિનેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગોધરા તાલુકામાં 58, કાલોલ તાલુકામાં 69, હાલોલ તાલુકામાં 19, જાંબુઘોડા તાલુકામાં 08, ઘોઘંબા તાલુકામાં 14, શહેરા તાલુકામાં 48 અને મોરવા હડફ તાલુકામાં 09 સેશન્સનું આયોજન કરી વેક્સિનના પ્રથમ ડોઝના 6,631 લાભાર્થીઓને તેમજ બીજા ડોઝના 1486 લાભાર્થીઓને વેક્સિન આપી દેવાઈ છે. જયારે પંચમહાલ જિલ્લાના કુલ 620 ગામ પૈકી 200 ગામમાં 100 ટકા રસીકરણ સિધ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના દરેક ગામમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરવા માટે દરેક તાલુકાઓમાં ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

100 ટકા વેક્સિનેશન થયેલા ગોધરાના આ તાલુકાના ગામો
ગોધરા તાલુકાના 123 ગામો પૈકી 45 ગામ, હાલોલ તાલુકાના 123 પૈકી 27 ગામ, કાલોલ તાલુકાના 71 ગામ પૈકી 34 ગામ, જાંબુઘોડા તાલુકાના 55 ગામમાંથી 19, મોરવા હડફ તાલુકાના 54 ગામમાંથી 12 ગામ, ઘોઘંબા તાલુકાના 100 ગામમાંથી 30 ગામ અને શહેરા તાલુકાના 94 ગામમાંથી 33 ગામોમાં 100 ટકા રસીકરણ કરાયું છે.

પંચમહાલમાં તાલુકાવાર રસીકરણના આંકડા

તાલુકાપ્રથમ ડોઝની સંખ્યા100%વાળા ગામ
ગોધરા2,28,77545
હાલોલ1,53,87727
કાલોલ1,22,35434
જાંબુઘોડા26,70219
મોરવા(હ)1,11,50812
ઘોઘંબા1,34,39230
શહેરા1,54,45133
અન્ય સમાચારો પણ છે...