તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકોના નામાંકન:ધો.1માં 31,975 બાળકોમાંથી 80% બાળકોને પ્રવેશ અપાયો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષ અગાઉ જન્મેલા બાળકોના ડેટા અેકત્રિત કરી 25,782 બાળકોના નામાંકન ભર્યા
  • પંચમહાલ જિલ્લામાં 25 જુલાઇથી RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ અપાશે
  • 5 વર્ષ અગાઉ જન્મેલા બાળકોને ટ્રેકિંગ કરવા શિક્ષકોઅે પ્રયાસો કર્યા

રાજય સરકાર દ્વારા નવા સત્રની શરુઅાત કરતાં પંચમહાલ જિલ્લાની સરકારી શાળા, ખાનગી શાળા, અાશ્રમ શાળા તથા ગ્રાન્ટેડ શાળાઅોમાં ધોરણ-1ના બાળકોના પ્રવેશ અાપવાની કાર્યવાહી શરુ કરી હતી. પંચમહાલ જિલ્લા શિક્ષાણાધિકારી ડો.વી.અેમ.પટેલે જિલ્લામાં 1 જૂન- 2021ના રોજ 5 વર્ષ પુર્ણ કરેલા બાળકોની યાદી અારોગ્ય વિભાગ પાસેથી મેળવી હતી. અા યાદી જે તે તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને અાપીને શીક્ષકો પાસે બાળકને ટ્રેકીંગ કરીને કામગીરી શરુ કરી હતી.

ટ્રેકીંગ કરીને જિલ્લામાં 5 વર્ષ પુર્ણ કરેલા બાળકોને શાળામાં ધોરણ 1માં પ્રવેશ અાપવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જિલ્લામાં 5 વર્ષ પુર્ણ કરેલા 31,975 બાળકોમાંથી 25,782 બાળકોને ધોરણ 1માં પ્રવેશ અાપ્યો હતો. પંચમહાલ જિલ્લામાં કુલ 5 વર્ષ પુર્ણ કરેલા 80 ટકા બાળકોને ધોરણ -1માં પ્રવેશ અપાવ્યો હતો. જેમાં સરકારી શાળાઅોમાં 21759 બાળકોઅે પ્રવેશ મેળવ્યો હતો.

પંચમહાલ જિલ્લામાં RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 25 જૂનથી 5 જુલાઈ
પંચમહાલમાં શૈક્ષણિક વર્ષ 2021માં આર.ટી.ઈ. અંતર્ગત વિના મૂલ્ય પ્રવેશની કામગીરી 25 જૂને ચાલુ કરવામાં આવશે. પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.વી.એમ.પટેલ દ્વારા આર.ટી.ઈ. અંતર્ગત વિના મૂલ્ય પ્રવેશની કામગીરીમાં સરળતા રહે અને વાલીઓને પડતી મુશ્કેલીઓનું ઝડપથી નિરાકરણ મળી રહે તે હેતુથી જિલ્લા કક્ષાએ ચાર હેલ્પલાઈન તથા તાલુકા કક્ષાએ એક-એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે . પંચમહાલ જિલ્લામાં ગુજરાત બોર્ડની 121 શાળાઓ , CBSE બોર્ડની ચાર શાળાઓ અને ICSE બોર્ડની એક શાળા મળી કુલ 126 શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે .

તેમાં અંગ્રેજી માધ્યમની 49 અને ગુજરાતી માધ્યમની 77 શાળાઓનો સમાવેશ થાય છે . જેમાં ઘોઘંબા તાલુકામાં 8 શાળાઓમાં 41 બાળકો , ગોધરા તાલુકામાં 49 શાળાઓમાં 437 બાળકો , હાલોલ તાલુકામાં 17 શાળાઓમાં 260 બાળકો , જાંબુઘોડા તાલુકામાં 6 શાળાઓમાં 48 બાળકો , કાલોલ તાલુકામાં 28 શાળાઓમાં 167 બાળકો , મોરવા તાલુકામાં 10 શાળાઓમાં 79 બાળકો અને શહેરા તાલુકામાં 8 શાળાઓમાં 63 બાળકોને વિનામૂલ્ય પ્રવેશ અપાશે .

જિલ્લા કક્ષાએ ચાર હેલ્પલાઈન ઉપરાંત 02672 253376 લેન્ડલાઈન નંબર પરથી પણ માહિતી મળી શકશે. સમગ્ર કામગીરીના સંચાલન માટે આર.ટી.ઈ. જિલ્લા નોડલ અધિકારી રાજેન્દ્રસિંહ ઝાલા નિમણુંક કરવામાં આવેલા છે . ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 25 જૂનથી 5 જુલાઈ સુધીની છે. તેમજ વાલીએ કોઈ પણ જગ્યાએ ફોર્મ જમા કરાવવાના રહેતા નથી. તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે .

શાળાઅોમાં ધો. 1માં પ્રવેશ અાપેલા બાળકોની સંખ્યા

બ્લોક5 વર્ષનાઅાશ્રમસરકારીગ્રાન્ટેડખાનગીકુલટકાવારી
બાળકોશાળાશાળાશાળાશાળાપ્રવેશ
ઘોઘંબા44667133770110355879.67
ગોધરા8151325360131839724488.87
હાલોલ4859172773102788368075.74
જાબુંઘોડા92715501015867472.71
કાલોલ403711255038466306575.92
શહેરા54332342450181444981.89
મોરવા(હ)41023829530121311275.87
કુલ319752072175915336632578280.63

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...