તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પંચમહાલની 1461 સહકારી મંડળીમાંથી 26 રદ કરાઇ : 20 ફડચામાં લેવામાં આવી

ગોધરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ વર્ષ બાદ અોડિટ થતાં રજિસ્ટ્રારે કાર્યવાહી કરી
  • 3 વર્ષથી અોડિટમાં રહેલી મંડળીઅો પર કાર્યવાહી કરાશે રદ થયેલી મંડળીમાં મોટા ભાગની પિયત મંડળીઅો

પંચમહાલ જિલ્લામાં જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં 1461 જેટલી સહકારી મંડળીઅોની નોધણી કરવામાં અાવી છે. અા મંડળીઅો મોટા ભાગે દૂઘ મંડળી, પિયત મંડળીઅો, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, ખેતી મંડળીઅો, બીનકૃષી ધીરાણ મંડળી, ગૃહ નિર્માણ મંડળીઅો સહીતની સહકારી સંસ્થાઅો નોધણી કરીને સરકાર દ્વારા અપાતા લાભો લઇને સભાસદોને ફાયદો કરાવે છે. અા મંડળીઅોમાં મોટા ભાગે રાજકીય વ્યક્તિઅો વધારે હોય છે.

વર્ષો પહેલા મંડળીઅો દ્વારા સરકારી યોજનાના લાભો સહીત અનેક કાર્ય થતાં હતા. જયારે મોટાભાગની દુધ મંડળીઅો ચુટણી સમયે કામે લાગે છે. જિલ્લામાં 1461 જેટલી મંડળીઅોમાંથી કેટલીક મંડળીઅોનુ અોડીટ 5 વર્ષથી થયું ન હતું. મોટા ભાગે મંડળીઅોનું અોડિટ રીટાર્યટ કર્મચારીઅો કરતાં હોય છે. પણ અોડીટરના અભાવને લીધે અોડિટ થતું નથી.

જિલ્લા રજીસ્ટ્રારે 5 વર્ષથી બાકી અોડીટ રહેલી મંડળીઅોનું અોડીટર પાસે અોડીટ કરાવ્યંું હતુ. જેમાં 5 વર્ષથી અોડીટ બાકી રહેલી મોટા ભાગની મંડળીઅો કોઇ પણ જાતની કામગીરી કર્યા વગર પડી રહેલી મળી અાવી હતી. અાવી મંડળીઅોનું અોડિટ કરીને જિલ્લા રજીસ્ટ્રારે સહકારી કાયદાની કલમ 20 હેઠળ નોટીસ અાપીને 26 સહકારી મંડળીઅોને રદ કરવાનો હુકમ કર્યો હતો. જયારે બીજી સહકારી 20 મંડળીઅોને સહકારી કાયદાની કલમ 107 હેઠળ ફડચામાં લેવાનો હુકમ કર્યો હતો. મોટાભાગની રદ અને ફડચામા લીધેલી સહકારી મંડળીઅો વર્ષો સુધી કોઇ કામગીરી નહિ કરતાં પંચમહાલ જિલ્લા રજીસ્ટ્રારે કડક કાર્યવાહી કરીને ફડચામાં અને રદ કરી દીધી હતી.

અોડિટરને અોછંુ મહેતાણું મળી રહ્યંુ છે
જિલ્લામાં 5 વર્ષથી અોડિટ બાકી રહેલ મંડળીઅોનું અોડિટ કરીને કાયદા મુજબ મંડળીઅોને રદ અને ફડચામાં લઇ ગયા છે. હવે 3 વર્ષથી અોડિટ બાકી રહેલી મંડળીઅોનું અોડિટ કરીને કાર્યવાહી કરવામાં અાવશે. જિલ્લાની મંડળીઅોનું અોડિટ કરનાર અોડિટરને અોછું મહેતાણું મળતું હોવાથી જિલ્લામાં ફક્ત અેક અોડિટરથી કામ ચલાવવું પડે છે. >નિમેશ પટેલ, જિલ્લા રજીસ્ટ્રાર

5 દૂધ મંડળીઅો ફડચામાં લઇ લેવાઇ
ફડચામાં લઇ ગયેલી જિલ્લાની 20 મંડળીઅોમાં 5 દુધ મંડળીઅોનો સમાવેશ થયા છે. જિલ્લામાં દુધ અને પશુધન મંડળીઅો અાશરે 606 જિલ્લામાં અાવેલી છે. જયારે રદ થયેલી 26 મંડળીઅોમાં મોટા ભાગની પિયત મંડળીઅો છે. અા રદ થયેલી અને ફડચામાં લીધેલી મંડળીઅો રાજકીય વ્યક્તિઅોની વધારે જોવા મળે છે. પોતાનો લાભ ખાટવા સરકારી યોજનાઅોનો લાભ લઇને મંડળીઅોને છુટી મુકી દેતા હોય છે.

​​​​​​​સૌથી વધુ 422 મંડળીઅો ગોધરા તાલુકામાં આવેલી છે
પંચમહાલ જિલ્લામાં કુલ 1461 સહકારી મંડળીઅોમાં ગોધરા તાલુકામાં 422, મોરવા(હ) તાલુકામાં 129, શહેરા તાલુકામાં 261, કાલોલ તાલુકામાં 166, હાલોલ તાલુકામાં 199, ઘોઘંબા તાલુકામાં 194 તથા જાંબુઘોડા તાલુકામાં 90 સહકારી મંડળીઅો અાવેલી છે.

અન્ય સમાચારો પણ છે...