તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ઓરવાડાની પરીણિતાએ પુત્રી સાથે કૂવામાં ઝંપલાવ્યું

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસરીયાના ત્રાસથી પરીણિતાનું પગલું

અેરંડીના પર્વતભાઇ પટેલની પુત્રી રેખાના લગ્ન 10 વર્ષ પહેલા અોરવાડાના અાશિષ બારીઅા સાથે થયા હતા. શરૂઅાતના 6 માસ સારૂ રાખ્યુ હતુ. ત્યાર બાદ પતિ દારૂ પીવાના રવાડે ચઢી જતા કોઇનુ કહ્યુ માનતો ન હોય અને સમયસર ઘરે આવવાનું છોડી દેતા તેને રેખા દ્વારા ઠપકો અાપતા તે બાબતની અદાવત રાખી અાશિષ તુ તારા બાપના ઘરે જતી રહે છુટાછેડા આપી દઉં.

તેવી ધમકીઓ આપતા રેખાઅે અાશિષની માતા સુશીલાબેનને જાણ કરતા તેણીએ પણ પોતાના છોકરાની તરફેણ કરી કહ્યુ કે છોકરો આશીષ દારૂ પીસે તારે રહેવું હોય તો રહે નહી તો તારા બાપના ઘરે જતી રહે તેમ જણાવી ઘરના કામકાજ બાબતે મેણા ટોણા મારી સારીરીક માનસીક ત્રાસ આપતા હતા. અતિશય ત્રાસ સહન ન થતા રેખા પોતાની પુત્રી રીયા ઉમર 8 માસ સાથે કુવામાં ઝંપલાવતા બંન્નેના મોત નિપજ્યા હતા. અા અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે જાણ ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...