લોકો પરેશાન:ડોડપા તળાવનો રસ્તો બનાવવા માટે પાલિકાનું ઓરમાર્યુ વર્તન

ગોધરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભ્યોની અનદેખીથી ખાડાવાળા રસ્તામાં ફસાતા વાહનો
  • મંજૂર રોડ ન બનતા ચોમાસામાં લોકો પરેશાન થયાં

ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલ ડોડપા તળાવ વિસ્તારનો રસ્તો આશરે 6 માસથી મંજૂર થઇ ગયો હતો. કોન્ટ્રાકટ દ્વારા રસ્તો બનાવવા માટે મીટરીયલ પર મુકી ગયા હતા. પરંતું સ્થાનિક પાલિકા સભ્યોની અનદેખી અને પાલિકાએ પાસ થયેલ રસ્તા ન બનતાં હાલ ચોમાસામાં રસ્તા પરથી પસાર થવું ભારે થયું છે. મંજૂર થયેલ રસ્તો ન બનતાં ખાડાઓ અને કાદવ કીચડમાં વાનો ફસાવના કિસ્સાઓ વધી ગયા છે.

જ્યારે રસ્તા પર પાણીનો નિકાલ ન હોવાથી કાદવ કીચડ બારેમાસ ચોમાસા જેવા દશ્યો જોવા મળે છે. આ પાણી ભરાવાને લીધે અવર જવર કરતા નાગરિકોને ભારે હાડમારી વેઠવી પડે છે. અમુક કિસ્સામાં તો ફેક્ચર થયાના બનાવો બનતા 108ની મદદ લેવી પડી હતી. આ વિસ્તારના રહીશોની માગણી છે કે પાણીનો નિકાલ થાય અને નવીન રસ્તો બને તે માટે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...