તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલમાં કોરોનાના માત્ર 4 કેસ નોંધાયાં કુલ આંક 9532

ગોધરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાનો પ્રભાવ ઘટ્યો
  • સક્રિય દર્દીઓની સંખ્યા 100થી નીચે

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનું જોર સતત ઘટી રહ્યું છે. શનિવારે કોવિડ-19 સંક્રમણના નવા 04 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 9532 થવા પામી છે. શનિવાર 39 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 95 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.

નવા મળી આવેલા કેસો પૈકી ગોધરા શહેરમાંથી 01 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાંથી મળી આવેલા કેસોની સંખ્યા 5494 થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલા કેસો જોઈએ તો ગોધરા ગ્રામ્યમાંથી 02 કેસ અને શહેરા ગ્રામ્યમાંથી 01 કેસ મળી આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવતા કેસની સંખ્યા 4038 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 39 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની સંખ્યા 9251 થઇ છે.

મહીસાગરમાં 07 પોઝિટિવ કેસ નોંધાયા
મહીસાગરમાં શનિવારે કડાણામાં 1, લુણાવાડામાં 3, વિરપુરમાં 3 લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા કુલ 7448 કેસ પોઝીટીવ નોધાયા છે. સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોરમાં 5, કડાણામાં 1, ખાનપુરમાં 7, લુણાવાડામાં 9, સંતરામપુરમાં 4 અને વિરપુર તાલુકામાં 3 દર્દીઓએ કોરોનાને મ્‍હાત આપતાં તેમને શનિવારે રજા આપવામાં આવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7229 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

દાહોદમાં માત્ર એક જ કોરોના સંક્રમિત
દાહોદ જિલ્લામાં શનિવારે કોરોનાનો નવો એક જ કેસ નોંધાયો હતો. દાહોદ જિલ્લામાં Rtpcr ટેસ્ટના 1081 અને રેપીડના 608 સેમ્પલો પૈકી ગરબાડાનો એક દર્દી સંક્રમિત હોવાનું નોંધાયું હતો. આ સાથે જિલ્લામાં સાજા થયેલા 22 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. હવે એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 56 થઈ જવા પામતા જિલ્લામાં રાહત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...