તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાઇડ લાઇનનું પાલન:15 વ્યક્તિઓ જ મળીને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી શકશે

ગોધરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી ગણેશોત્સવને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. ગોધરા શહેરમાં ગણેશોત્સવને સૌથી મોટો અને મહત્ત્વનો પર્વ માનવામાં આવે છે. શહેરના યુવાનો ભારે ઉત્સાહપૂર્વક ગણેશોત્સવની રાહ જોતા હોય છે. તો બીજી તરફ ચાલુ વર્ષે સરકાર દ્વારા કોરોના ગાઈડ લાઈનનું પાલન થાય તેમ ગણેશોત્સવની ઉજવણી કરવા માટે છૂટ આપવામાં આવી છે. જેને લઇને આજરોજ ગોધરા શહેરમાં આવેલા કલેકટર કચેરી ખાતે કલેકટર સુજલ મયાત્રાના અઘ્યક્ષસ્થાને ગણેશ મહોત્સવની ઉજવણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સુચારુ આયોજન,વિસર્જન માટે નજીકના સ્થળો ખાતે કુત્રિમ તળાવ તથા કોવિડ ગાઇડલાઈનની ચુસ્ત અમલવારી કરવા અંગે સબંધિત અધિકારીઓને કલેકટર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલ, ગોધરા પ્રાંત અધિકારી એનબી રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક સીસી ખટાણા અને હિમાલા જોશી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અાગામી સમયમાં હિન્દુઓના પવિત્ર પર્વ ગણેશ મહોત્સવ આવી રહ્યો છે. અને આસ્થાના પ્રતીક સમા આ પર્વને લઈને ગણેશ ભકતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હજી પણ કોરોનાની મહામારી ખતમ થઈ નથી અને તેના માટેના નિયમો હજી પણ સરકાર દ્વારા પાલન થાય તે માટે પ્રયત્નશીલ છે. જે અંતર્ગત શહેરા તાલુકા સેવાસદન ખાતે ગણેશ મહોત્સવને લઈને શહેરા મામલતદાર મેહુલ ભારવાડની અધ્યક્ષતામાં શહેરા પી.આઈ નીતિન ચૌધરી અને પાલિકા સેને.ઇન્સ. જીતેન્દ્રસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગણેશ મંડળોના પ્રમુખો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા ગણેશ પર્વના મહોત્સવને અનુસંધાનમાં નવીન માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં ગણેશજીની મૂર્તિની ઉંચાઈ ચાર ફૂટની રાખવી તેમજ ડીજે ઢોલ ત્રાંસા વિગેરે વાદ્ય વસ્તુઓ પર પ્રતિબંધ હોવાનું અને ગણેશ સ્થાપના તથા વિસર્જન વખતે 15 માણસો જ હોવા જોઈએ. સાથે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જે કે રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું કે વિસર્જન વખતે નગરપાલિકા તળાવમાં આ વખતે અલગથી સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમા મૂર્તિ વિસર્જન માટે તળાવની અંદર અલગથી એક મોટો હોજ બનાવાશે અને તેમા મૂર્તિ વિસર્જિત કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...