તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના:પંચમહાલ જિ.માં ગુરુવારે કોરોનાનો ફક્ત 1 કેસ નોંધાયાે

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલ જિ.માં ગુરુવારે કોરોનાનો ફક્ત 1 કેસ નોંધાયાે

પંચમહાલ જિલ્લામાં શુક્રવારે ફક્ત કોરોનાનો 1 પોઝીટીવ દર્દીઅો મળી અાવતા જિલ્લામાં કોરોના કુલ 9600 કેસ થવા પામ્યા હતા. 3 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 40 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી શહેરી વિસ્તારમાંથી અેક પણ કેસ નહી મળી અાવતા શહેરી વિસ્તારોના કેસોની સંખ્યા 5522 થઈ છે. જયારે ગ્રામ્યમાંથી ગોધરા તાલુકામાંથી 1 કેસ મળી અાવતા .ગ્રામીણ વિસ્તારમાં કોરોના કુલ કેસની સંખ્યા 4078 થવા પામી છે.

9374 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વગૃહે પરત ફર્યા હતા. જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 119 દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં 45 વર્ષથી ઉપરના લોકોનુ વેકસિનેશ ચાલી રહ્યું છે. શુક્રવારે 45 વર્ષથી ઉપરના 2701 વ્યક્તિઅોઅે રસી મુકાવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 368441 વ્યક્તિઅે રસી મુકાવી હતી.

મહીસાગરમાં એક પણ પોઝિટિવ નહીં, 4 દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી
લુણાવાડા. મહીસાગરમાં શુક્રવારે એક પણ પોઝિટિવ કેસ નહી નોંધાતા તંત્રને હાશકારો અનુભવ્યો હતો. કુલ 7490 કેસ પોઝીટીવ નોધાયા છે. જ્યારે સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાના 2, લુણાવાડા તાલુકાના 2 દર્દીએ કોરોનાને મ્‍હાત આપતાં તેમને શુક્રવારે રજા આપવામાં અાવતા જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 7389 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. તથા 28 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 51 દર્દીનુ મૃત્યુ થતાં કુલ 73 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

શુક્રવારે પણ શૂન્ય કેસ નોંધાયા
દાહોદ. દાહોદ જિલ્લામાં શુક્રવારે પણ કોરોનાના શૂન્ય કેસ નોંધાયા હતા. દાહોદ જિલ્લામાં તા.18.6.’21 ના રોજ Rtpcr ટેસ્ટના 1894 સેમ્પલો પૈકી 298 અને રેપીડના - સેમ્પલોતમામ રિપોર્ટ નેગેટિવ હોવાનું નોંધાયું હતું. દાહોદ જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 7 થવા પામી છે. ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં રવિવારથી શુક્રવાર દરમ્યાનના 6 દિવસો પૈકી 5 દિવસ શૂન્ય કેસ નોંધાતા શહેર અને જિલ્લામાં રાહતની લાગણી વ્યાપી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...