ઓનલાઈન નોંધણી શરૂ:લઘુત્તમ ટેકાના ભાવથી સીધી ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરૂ કરાઇ

ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો પાસેથી મગફળી, ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી કરાશે

ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ લિમીટેડની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટિંગ સિઝન 2021-22માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડ દ્વારા કરવામાં આવનાર છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસીઈ દ્વારા તથા તાલુકા કક્ષાએ એપીએમસી ખાતે તા. 01/10થી શરૂ થશે. મગફળી અંગેની નોંધણી તા.01/10થી તા.31/10 સુધી કરવામાં આવશે.

ડાંગર, મકાઈ અને બાજરી અંગેની નોંધણી તા.01/10/2021 થી તા. 16/10/2021 સુધી કરવામાં આવશે. નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7,12, 8-અની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

રાજ્યમાં મગફળી, ડાંગર, મકાઈ તથા બાજરી પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય તો ફરજિયાત ઓનલાઈન નોંધણી માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ એપીએમસીનો સંપર્ક કરી નોંધણી કરાવવા યાદીમાં જણાવાયું છે. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર 851171718 તથા 8511171719 પર સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...