તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:એકસઠ પાટીયાથી ચોરેલા 8.93 લાખના કપડા સાથે એક ઝડપાયો

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોધરા એલસીબી અને એસઓજી પોલીસનો સંયુક્ત ઓપરેશન
 • નડીયાદ રૂરલ પોલીસ મથકનો ચોરીનો ભેદ બે દિવસમાં ઉકેલાયો
 • રફીક ઉર્ફે ચમડો ઇબ્રાહિમ હસુ મિસ્ત્રી પાસેથી કાપડનો જથ્થો મળ્યો

પંચમહાલ જિલ્લા SOG પોલીસ ઇન્સ્પેકટર એમ પી પંડ્યાને બાતમી મળી હતી કે રફીક ઉર્ફે ચમડો ઇબ્રાહિમ હસુ મિસ્ત્રી ક્યાંકથી કાપડનો જથ્થો ચોરી કરીને લાવ્યો છે અને જે જથ્થો કાંટડી ગામ નજીક આવેલ નર્મદા કેનાલ એકસઠ પાટીયા પિકઅપ સ્ટેન્ડ પાસે કાપડનો જથ્થો ઉતર્યો છે. જે જથ્થો સગેવગે કરવાની પેરવી કરવામાં આવી રહી છે. જેના આધારે SOG અને એલસીબી પોલીસ દ્વારા બાતમી વાળી જગ્યાએ છાપો મારવામાં આવ્યો હતો.

જ્યાં રફીક ઉર્ફે ચમડો ઇબ્રાહિમ હસુ મિસ્ત્રી પાસેથી અલગ પોટલાઓમાં જીન્સના પેન્ટ, બ્રાન્ડેડ કંપનીના શર્ટ, ટી શર્ટ, બેલ્ટ, કેપરી અને શૂઝ ના 8.93 લાખની કિંમતના જથ્થા મળી આવ્યો હતો. તેની પાસે જથ્થાના આધાર કે બિલ ન હતા. જેને લઇને આ જથ્થો ચોરીનો હોવાનું જણાઇ આવતાં પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસે પૂછપરછ કધરતાં રફીક હસુએ આ કાપડનો જથ્થો નડિયાદ રૂરલ પોલીસ મથકની હદમાં આવેલ કમળા ચોકડી પાસે આવેલા સ્વસ્તિક લેન્ડમાર્ક કોમ્પલેક્ષમાં આવેલી દુકાનના તાળા તોડીને બે દિવસ અગાઉ ચોર્યો હોવાની કબૂલાત કરવામાં આવી હતી. આમ પંચમહાલ પોલીસ દ્વારા નડિયાદ રૂરલ પોલીસ મથકની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો