તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગોધરા- દાહોદ હાઇવે પરથી રૂપિયા 8.64 લાખના દારૂ ભરેલા ટેમ્પા સાથે 1 ઝડપાયો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ સંતાડવા માટે ટેમ્પાેમાં ગુપ્ત ખાના બનાવ્યા હતા
  • કુલ રૂા. 13.71 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

ગોધરા- દાહોદ હાઇવે પર જલારામ ચોકડી બાજુથી દારૂ ભરેલો ટેમ્પો અાવી રહ્યો છે. તેવી બાતમી ગોધરા તાલુકા પોલીસ મથકના પીઅાઇ અેમ. કે. ખાંટને મળી હતી. બાતમીના અાધારે પોસઇ તથા સ્ટાફનાઅોઅે નાકાબંધી કરીને ટેમ્પો પકડી પાડયો હતો.

પોલીસે ટેમ્પા ચાલક બુધારા વિધારારામ જી વિસ્નોઇને પકડીને ટેમ્પામાં તપાસ કરતાં ટેમ્પાના ગુપ્ત ખાનાંમાં દારૂની 713 બોટલો મળી અાવી હતી જેની કિ.રૂ. 864300નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ અને ટેમ્પા મળીને કુલ 13.71 લાખનો મુદ્દામાલ કબજે લઇને ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિનો ગુનો નોધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...