દુર્ઘટના:વેજલપુર કાનોડ ચોકડી પર કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

કાલોલના સુરેલીના મોટા ફળીયામાં રહેતા સોમાભાઇ શનાભાઇ પટેલ ભાદરોલી ખુર્દ ગામે મંગળવારે પોતાની મોટર સાયકલ પર લગ્ન પ્રસંગે ગયા હતા. લગ્ન પ્રસંગમાંથી પરત સુરેલી અાવતા હતા. તે દરમિયાન વેજલપુર કાનોડ ચોકડી પર અેક કાર ચાલકે પોતાની કારને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સોમાભાઇ શનાભાઇ પટેલની મોટર સાયકલને જોરદાર ટક્કર મારતા સોમાભાઇને ગંભીર ઇજાઅો પહોંચી હતી.

અકસ્માતની જાણ થતા અાજુબાજુથી લોકો દોડી અાવ્યા અને ઇજાગ્રસ્ત મોટર સાયકલ સવારને 108 દ્વારા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં અાવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે શરીરે ગંભીર ઇજાઅો પહોચતા મૃત જાહેર કર્યા હતા. સોમાભાઇના અકસ્માતમાં મોતની ફરીયાદ વિક્રમભાઇઅે વેજલપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...