તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • On The First Day In Godhra, 126 Forms Of The Municipality Were Taken Out, In Sanjeeli, 52 Forms Were Taken Out For 18 Panchayat Election Seats.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની તૈયારીઓ:ગોધરામાં પ્રથમ દિવસે પાલિકાના 126 ફોર્મનો ઉપાડ, સંજેલીમાં પંચાયતની ચૂંટણીની 18 બેઠકો માટે 52 ફોર્મ ઉપડ્યા

ગોધરા, શહેરા, સંજેલી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગોધરા પ્રાંત કચેરી ખાતે ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. - Divya Bhaskar
ગોધરા પ્રાંત કચેરી ખાતે ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
 • જિ.પંચા., 7 તા. પંચા. અને નગરપાલિકાની ચૂંટણીના ફોર્મની પ્રક્રિયા શરૂ
 • વોર્ડ-9ના અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું, પંચાયતમાં કોઇ ફોર્મ નહીં
 • સંજેલીમાં બે જિલ્લા પંચાયતની અને 16 તાલુકા પંચાયતની સીટો

પંચમહાલ જિલ્લા પંચાયત, સાત તાલુકા પંચાયત અને શહેરા તથા ગોધરા નગરપાલિકાની ચૂંટણીને લઇને સોમવારેથી ફોર્મ લેવા અને ભરવાની શરૂઆત થઇ હતી. જિલ્લાની તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના અને જે-તે તાલુકા પંચાયતમાં આવતી જિલ્લા પંચાયત બેઠક માટે ફોર્મ લેવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા. જ્યારે ગોધરા નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ લેવા પ્રાંત અધિકારીની કચેરી ખાતે ઇચ્છુક ઉમેદવારો ફોર્મ લેવા આવ્યા હતા. સોમવારે 126 જણાએ પાલિકાની ચૂંટણીના ફોર્મ લઇ ગયા હતા. જ્યારે ગોધરાના વોર્ડ-9ના અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું હતુ. આમ પ્રથમ દિવસે પાલિકાની ચૂંટણીનું એક જ ફોર્મ ભરાયું હતું. તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સોમવારે એક પણ ફોર્મ ભરાયું ન હતું.

શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 191 ફોર્મ ઉમેદવારો લઇ ગયા
શહેરા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠકો, તાલુકા પંચાયતની 30 બેઠકો અને નગરપાલિકા 24 બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થયા બાદ સોમવારના પ્રથમ દિવસે ચૂંટણી લડવા થનગની રહેલા ઉમેદવારોનો ફોર્મ લેવા માટે ધસારો જોવા મળ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત માટે 14 ઉમેદવારી ફોર્મ, તાલુકા પંચાયત માટે 148 ફોર્મ, જ્યારે શહેરા નગરપાલિકા માટે 29 જણા ઉમેદવારી ફોર્મ લઇ ગયા. જોકે પ્રથમ દિવસે શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 191 ફોર્મ લઇ ગયા છે. તેની સામે એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી.

સંજેલીમાં પંચાયતની ચૂંટણીની 18 બેઠકો માટે 52 ફોર્મ ઉપડ્યા​​​​​​​
સંજેલી તાલુકામાં 8મીને સોમવારના રોજ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ પ્રથમ દિવસે ઉમેદવારોનો ફોર્મ માટે ધસારો જોવા મળ્યો હતો. જિલ્લા તાલુકાની 18 સીટોમાં 55 ફોર્મનો ઉપાડ થયો હતો.કોરોનાને કારણે ત્રણ માસ બાદ પડેલી જિલ્લા તાલુકા પંચાયતની ચુંટણીના જાહેરનામાથી ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. સંજેલી તાલુકામાં હિરોલા, ચમારીયા બે જિલ્લા પંચાયતની સીટો આવેલી છે. જ્યારે તાલુકાની 16 પંચાયતની સીટોનો સમાવેશ થાય છે. ત્યારે જાહેરનામા બાદ સોમવારે પ્રથમ દિવસે જ ઉમેદવારોમાં ધસારો જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે જ જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે 3 ફોર્મ, જ્યારે તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 52 ફોર્મનો ઉપાડ થયો હતો. આમ સંજેલી તાલુકામાં પ્રથમ દિવસે જ એક સાથે 18 સીટો માટે 55 ફોર્મનો ઉપાડ થયો હતો. આ વખતે સંજેલી તાલુકામાં ત્રિપાંખીયો જંગ જામશે તેવી ચર્ચાએ મતદારોમાં જોર પકડ્યું છે.

હિરોલા માટે સૌથી વધુ ફોર્મનો ઉપાડ
મામલતદાર કચેરી ખાતે હિરોલા, ચમારીયા બે જિલ્લા પંચાયત તેમજ ચમારીય જિલ્લા પંચાયત સીટમાં આવતી જુસ્સા, નેનકી, ચમારીયા, ઢેડીયા, મોલી, માંડલી, અણીકા, પીછોડા, આઠ તાલુકાના સીટ માટે 16 ફોર્મ ઉપડયા છે. હિરોલા જિલ્લા પંચાયત સીટમાં આવતી તાલુકા પંચાયત, કરંબા 1 અને 2, હિરોલા 1 અને 2, સંજેલી 1 અને 2, ગોવિંદાતળાઇ ભમેલાની 8 સીટો માટે 36 ફોર્મનો ઉપાડ થયો હતો. સંજેલી તાલુકામાં સૌથી વધુ હિરોલા પંચાયતમાં ફોર્મનો ઉપાડ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો