ચાંદલગઢ ખાતે આવેલા ખોડીયાર માતાના મંદિરની આસપાસની વન વિભાગની જમીન પાનમ સિંચિત નિગમને ભાડા કરારે અાપેલી જમીન પર ગેરકાયદે બાંધકામ કરેલ હોવાથી લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધવા મુ.મંત્રીને રજુઅાત કરી હતી. જે.બી. સોલંકીઅે કરેલ અાક્ષેપ કરતી રજુઅાતમાં વન વિભાગની જમીન પર થયેલ ગેરકાયદ બિલ્ડીંગમાં શહેરાના ધારાસભ્ય જેઠા ભારવાડ કાર્યકરો સાથે મીટીગો કરે છે. લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરેે તેમજ દિન 10માં બાંધકામ દુર ન કરે તો ગાંધીનગરમાં અાંદોલનની ચીમકી આપી હતી. જયારે નિગમે રેણા બીટમાં ખોડિયાર સેવા ટ્રસ્ટ દ્વારા 2.8 હેે.માં ગેરકાયદે બાંધકામ કરવા બાબતે ગુનો દાખલ કરેલ છે.
જમીનના માલીક વન વિભાગ હોવાથી જમીન નિગમે ભાડા પર લીધેલની નિગમ પાસે કાર્યવાહી કરવાની સત્તા નથી. વનવવન વિભાગની જમીન પર બાંધકામને લઇ રજુઅાત કરતાં મારા ખર્ચે પ્રોટેકશન અાપે તેવી માંગ કરીને મને કાંઇ પણ થાય તો જવાબદારી જેઠા ભરવાડની રહેશે તેમ જણાવ્યુ હતુ. જ્યારે શહેરાના ધારાસભ્યે અાક્ષેપો પાયા વિહોણા છે તેમ જણાવ્યું હતું.
દરખાસ્ત ભારત સરકાર પાસે પેન્ડિંગ પડી છે
અાક્ષેપો પાયા વિહોણા અને તદ્ન ખોટા છે તે બધાને ધમકીઅો અને અોફિસમાં જઇને અધિકારીને સુસાઇટ કરવાની ધમકી અાપીને બ્લેકમેઇલ કરે છે. અમારા વડીલની વર્ષો જુની ચાંદલગઢ મંદિરની જમીન ફોરેસ્ટમાં બોલે અને અમને પુજા કરવાનો હક્ક અાપ્યો છે. અમારા મંદિરના ટ્રસ્ટે જમીન પર કામગીરી કરી છે. વ્યક્તિગત જેઠા ભરવાડ કોઇ કામ કર્યુ નથી. તેમ છતાં મેં બે હેકટર જમીન વેચાતી લઇને ફોરેસ્ટને અાપી છે. અને ફોરેસ્ટ વતી અે જમીન મંદિરને અાપવાની દરખાસ્ત ભારત સરકાર પાસે પેન્ડંીગ પડી છે.>જેઠા ભરવાડ, શહેરા ધારાસભ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.