દંડ:શોપ ઇન્સ્પેક્ટર દ્વારા ઓડ અને ઇવન દુકાનનું ચેકિંગ

ગોધરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનો ખુલ્લી રખાતા 2000નો દંડ વસુલ્યો

કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ જે અંતર્ગત ચોથા લોકડાઉન દરમ્યાન ભારે છુટછાટ આપવામાં આવી છે. જેમા બજારમાં દુકાનોને ઓડ અને ઇવન અંતર્ગત ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે. ગોધરામાં પણ નગર પાલિકા દ્વારા દુકાનો બહાર ઓડ અને ઇવનના સ૮ીકર લગાવવામાં આવ્યા હતા. બુધવારે ઇન.શોપ ઇન્સ્પેક્ટર યોગશભાઇ શાહ દ્વારા તથા ટીમ દ્વારા આકશ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

ઓડ અને ઇવન નિયમ વિરૂધ્ધ 10 વેપારીઓ પોતાની દુકાન ખુલ્લી રાખી ધંધો કરતા નજરે ચઠ્યા હતા. જેઓને તાત્કલીક સ્થળ પર દુકાન દીઠ રૂા.200/  દંડ વસુલાતા કુલ રૂા. 2000/- નો દંડ વસુલવામાં આવ્યો હતો. અને દુકાન બંધ કરાવી નિયમ મુજબ દુકાન ખોલવા જણાવ્યુ હતુ. 

અન્ય સમાચારો પણ છે...