રાજ્યમાં 19 ડીસેના રોજ યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પંચમહાલ જિલ્લાની 350 પંચાયતો માટે પણ ચૂંટણી યોજાઇ હતી. ત્યાર બાદ 21 ડીસે. પરિણામ જાહેર થયા બાદ ક્યાક ખુશી તો ક્યાક ગમનો માહોલ જોવા મળ્યો હતો. ત્યાર બાદ પંચમહાલમાં તા.17 જાન્યુઅારીથી 25 જાન્યુઅારી સુધી ડે.સરપંચની વરણી પ્રથમસભા બોલાવી હાજર અધિકારીની હાજરીમાં નિયમોનુસાર કરવા જણાવવામાં અાવ્યુ હતુ.
ત્યારે કાલોલ તાલુકાની 44 ગ્રામ પંચાયતોના ડે. સરપંચની વરણીના પ્રથમ તબ્બકામાં તા.17 જાન્યુઅારીઅે 9 ગ્રામ પંચાયતના ડે.સરપંચની વરણી કરાતા 7 પંચાયતમાં બિનહરીફ ડે.સરપંચની વરણી કરી હતી. જ્યારે બે ગ્રામ પંચાયતોમાં સર્વસંમતી ન સધાતા ડે.સરપંચ માટે ચૂટણી યોજવવામાં અાવી હતી. જેમા વેજલપુરમાં મોનાલિકાબેન શેઠ તથા મહેબુબ જમાલે ઉમેવારી નોંધાવી હતી. સભ્યો દ્વારા મતદાન થતા મહેબુબ જમાલને 7 વોટ તથા મોનાલિકાબેન શેઠને 8 વોટ મળતા મોનાલિકાબેન શેઠનો ડે.સરપંચ તરીકે વિજય થતા હવે વેજલપુર પંચાયતનો વહિવટ મહિલાઅો મહિલાઅો દ્વારા કરાશે.
કાલોલની 9 ગ્રામ પંચા.ના ડે.સરપંચો
રતનપુર કાંટડી ખાતે દીક્ષિત પટેલ ડેપ્યૂટી સરપંચ તરીકે ચૂંટાઇ અાવ્યા
રતનપુર કાંટડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે દશરથભાઈ નિરૂલા ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે મંગળવારે ગ્રામ પંચાયત ખાતે પ્રથમ સભામાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરપંચ સહિતના કુલ 10 સભ્યો હાજર રહ્યા હતા. આ ડેપ્યુટી સરપંચની ચૂંટણી દીક્ષિત ભાઈ પટેલ અને પ્રવીણ પટેલ વચ્ચે યોજાઇ હતી. જેમાં સરપંચ સહિત અન્ય 6 સભ્યોએ શિક્ષિત અને શિક્ષણ ક્ષેત્રે સારૂ એવું નામ ધરાવનાર દીક્ષિત પટેલને વોટ આપ્યો હતો.
આ પ્રથમ સભાના ચૂંટણી અધિકારી સી.એલ.પરમારે દીક્ષિત પટેલને ડેપ્યુટી સરપંચ તરીકે જાહેર કરતાની સાથે તેમના સમર્થકોમાં ભારે ખૂશીની લહેર છવાઇ હતી. તેમના સમર્થકો અને ઉપસ્થિત સૌએ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે નવિન બનેલ ડેપ્યુટી સરપંચ દીક્ષિત પટેલ ઉપસ્થિત સૌ ગ્રામજનોને જણાવ્યું હતું કે ગામમાં પાણીની તેમજ રસ્તાઓની સુવિધાઓ સાથે આપણું ગામ આદર્શ ગામ બને અને ગુજરાતમાં વખણાય તેવું હું ગામ બનાવીશ. જ્યારે ડેપ્યુટી સરપંચની ચૂંટણીને લઈને ગ્રામ પંચાયત ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.