તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:ગોધરા નગરમાં ફાયર સેફટી વિનાના 33 મિલકતધારકોને નોટિસ ફટકારી

ગોધરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અાગની ઘટના બનશે તો જવાબદારી NOC વગરના અેકમના માલિકોની રહેશે

રાજયમાં જયારે કોઇ મોટી અાગની ઘટના બને ત્યારે ગોધરા ફાયર વિભાગ નિયમ અનુસાર ફાયર સેફટી વગરના નગરના વિવિધ અેકમોને નોટીસો અાપવામાં અાવતી હતી.

અત્યાર સુઘી ગોધરામાં અેક પણ અેકમોઅે ફાયર અેનઅોસી લીધી નથી. હાલ કોર્ટ દ્વારા કડક અમલવારી કરતાં પાલીકા દ્વારા ઇમારતોમાં ફાયર સેફ્ટી ન લગાડેલી હોય તેવી ઇમારતોના નળ તથા ડ્રેનેજ કનેકશન કાપી નાખવામાં અાવશે. તેમજ જરુર જણાશે તો સીલ પર કરવામાં અાવશે તેવી નોટીસ ફટકારમાં અાવી હતી. શહેરના 33 મિલ્કતધારકોને ફાયર વિભાગ દ્વારા ઇમારતમાં ફાયર સેફટીની અેનઅોસી નગર પાલીકા ફાયર વિભાગ પાસેથી દિન 7માં લઇ લેવી નહિ તો કડક કાર્યવાહી કરવાની ચીમકી અાપી છે. છેલ્લા અેક વર્ષથી નગરપાલિકા શહેરની હોસ્પિટલો, મોટી બિલ્ડીંગો, મોટી શાળાઅો સહીતનાઅોને અવારનવાર નોટીસ અાપે છે. ત્યારે સોમવારે પાલિકાઅે શહેરના 33 મિલ્કતધારકોને ફાયર સેફટી સર્ટી મેળવી લેવાની નોટીસ અાપીને અેનઅોસી લેવામાં નહિ અાવે તો મિલ્કતના નળ તથા ડ્રેનેજ કનેકશન કાપી દેવાશે. અેન જો અાગ કે અકસ્માત અને જાનહાની જેવી ઘટના બને તો તમામ જવાબદારી અેનઅોસી નહિ લેનાર મિલ્કતધારકની રહેશે. ત્યારે અત્યાર સુઘી નિષ્ક્રિય મિલકતધારકો અા વખતની નોટીસથી ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરશે કે કેમ તે તો સમય જ બતાવશે.

NOC વગરના એકમોને હવે ગોધરા નગર પાલિકામાંથી અેનઅોસી સર્ટિ. મળી શકશે
અગાઉ ગોધરા શહેરના ફાયર સેફટી લગાવ્યા અેનઅોસી મેળવવા વડોદરા સુધી લાંબુ થવું પડતું હતુ. સરકારે હવે ગોધરા નગરપાલિકાના ફાયર સુપ્રિટેન્ડેન્ટને અેનઅોસી અાપવાની સત્તા અાપી દીધી હોવાથી અેનઅોસી મેળવવા માલિકીના પુરાવા, મંજુર નકશા, બાંધકામની મંજુરીની નકલ, ઇન્સ્ટોલ થયેલ ફાયર સિસ્ટમ કાર્યરત હોવાનું પ્રમાણપત્ર લઇને ગોધરા ફાયર વિભાગમાં અરજી કરવાથી ગોધરા પાલિકામાંથી જ અેનઅોસી મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...