ક્રાઇમ:ઇ-રોયલ્ટી પાસનો દુરુઉપયોગ કરી ખનન કરતાં 4 લીઝધારકોને નોટિસ

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોયણ ગામ પાસેના 4 લીઝ ધારકોને 60.44 લાખનો દંડ ફટકાર્યો
  • ઇ-રોયલ્ટી પાસનું કાૈભાંડ પકડાતાં ખનીજ ચોરોમાં ફફડાટ

પંચમહાલ જિલ્લામાં ખનીજની લીજ ધારકો દ્વારા લીઝના ઇ- રોયલ્ટીપાસનો દુર ઉપયોગ કરીને અન્ય જગ્યાએ ગેરકારયદેસર રીતે ખનીજનું ખનન કરતાં હોવાની ફરીયાદ ખાણખનીજ વિભાગની ક્ષેત્રિય ટીમને મળી હતી. જેથી ખાણખનીજ વિભાગની ટીમે કાલોલના રોયણ ગામ પાસે આવેલી લિઝ ધારકો બળવંતસિંહ ભીમસિંહ પરમાર, હુસેન રસુલભાઈ દાંત, મહેબૂબભાઈ યુસુફભાઈ ગોરા તથા સોકતભાઈ ઇસ્માઇલભાઈ દુર્વેશની લીઝ પર ટીમ દ્વારા માપણી કરીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં લીઝમાં કોઇ પણ તાજું ખોદકામ દેખાતું ન હતું.

તેમ છતાં 3 માસમાં હજારો મે.ટન સાદી રેતીનો જથ્થો કવોરીલીઝ વિસ્તાર ઇ-રોયલ્ટી પાસ દ્વારા નિકાસ કરેલ જોવા મળ્યુ હતું. જયારે ચાર લીઝમાં કોઇ પણ જાતનું ખોદકામ કર્યા વગર કુલ 17859 મે.ટન સાદી રેતીનું અન્ય જગ્યાએથી ખનીજનું નિકાસ કરાવી ઇ-રોયલ્ટી પાસનો દુરઉપયોગ કર્યો હોવાનું મળી આવ્યું હતું. જેથી ખાણખનીજ વિભાગે સરકારને નુકસાન કરવા બદલ રોયણ ગામ પાસે આવેલી લીઝ ધારક મહેબૂબ ભાઈ યુસુફભાઈ ગોરાને કુલ રૂા.31,62,382નો દંડ, હુસેનભાઈ રસુલભાઈ દાંતને કુલ રૂા.7,06,065નોદંડ, બળવંતસિંહ ભીમસિંહ પરમારને કુલ રૂા.1,27,408નો દંડ તથા સોકતભાઈ ઇસ્માઇલભાઈ દુર્વેશને રૂા.20,48,207ની દંડની નોટીસ ફટકારી હતી. ચાર લીઝધારકોને કુલ 17859 મેટ્રીક ટન સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરવા બદલ કુલ રૂા.60,44,062નો દંડ ફટકારતી નોટીસ આપતાં ખનીજ માફિયામાં ફફડાટ પેસી ગયો હતો. તેમજ ખાણખનીજ વીભાગે પર્યાવરણની નુકસાની પેટે નોટીસ આપ્યાના 15 દિવસમાં યોગ્ય લેખીતમાં રજુઆત કરવામાં નહિ આવે તો એક તરફી નિર્ણય લઇને લીઝ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ નોટીસમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...