તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ગોધરાના વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા 4 કોન્ટ્રાક્ટરોને નોટિસ

ગોધરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિન-7માં કામો શરૂ કરીને પૂર્ણ કરવાના આદેશ અપાયાં
  • નોટિસ નગરપાલિકા પ્રમુખ સંજય સોની દ્વારા અપાઇ

ગોધરા શહેરના વિવિધ વિસ્તારમાં વિકાસ કામોનો વર્ક ઓર્ડર અલગ અલગ કોન્ટ્રાકટરને આપ્યા હતા. સડક યોજના થકી રસ્તાઓ સહીતના કામો કરવા કોન્ટ્રાકટરને કામો સોંપ્યા હતા. કોન્ટ્રાકટરોએ જગ્યાએ રસ્તાના કામો પુર્ણ કર્યા, કોન્ટ્રાકટરોને સોંપેલા કામો ઝડપથી પુર્ણ કરવા માટે ટેલીફોનીક તેમજ માૈખીક સુચનાઓ આપવામાં આવી હતી.

આગામી સમયમાં ચોમાસું આવનાર હોવાથી અને શહેરીજનોને સારી સુવિધા ઝડપથી મળી રહે તે માટે કોન્ટ્રાકટર વિમલ કનસ્ટ્રકશન, સોયબ વાય બક્કર, તીરુપતી કન્સ્ટ્રકશન તથા વિશાખ વ્યાસ કોન્ટ્રાકટરોને આપેલા વિકાસના કામોને નોટીસ મળ્યાના દિન- 7માં શરૂ કરીને પુર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. અને તેમાં કસુરવાર થશે તો નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી નોટિસ નગરપાલિકા પ્રમુખ સંજય સોનીએ કોન્ટ્રાકટરોને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો