તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશના વડા પ્રધાન સ્વચ્છતા અભિયાન ચલાવીને નગરોને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર આપીને કામગીરીને બીરદાવે છે. ત્યારે ગોધરા નગર પાલિકા સ્વચ્છતાના માપદંડમાં શહેરને સ્છચ્છ અને ડોર ટુ ડોર ઉધરાવેલા કચરાને ડમ્પીગ સાઇડ પર બનાવેલા વર્મીકરણ પ્લાન્ટમાંથી છૂટા પાડીની કામગીરી પર માર્કસ આધારે નંબર આપવામાં આવે છે. જેથી જીયુડીસી દ્વારા રણછોડપુરા ખાતે લાખોના ખર્ચે વર્મીકમ્પોઝ પ્લાન્ટ બનાવીને પાલીકાને સોંપ્યો હતો. આ પ્લાન્ટમા ભીનો અને સુકો કચરો છૂટો પાડીને તેમાંથી પ્રોસેસ કરીને ખાતર બનાવવામાં આવશે. જેના માટે પાલિકાને કામગીરી એજન્સીને સોંપી હતી. પણ આ વર્મીકમ્પોઝ પ્લાન્ટની હાલત દેખાતા આ પ્લાન્ટ ચાલુ થયો ન હોય તેમ લાગી રહ્યો છે.
પ્લાન્ટ મૃત અવસ્થામાં દેખાઇ રહ્યો છે. ત્યારે પાલિકાના સેનેટરી વિભાગ વર્મીકમ્પોઝ પ્લાન્ટની સારી કામગીરી બતાવીને સ્વચ્છત સર્વેક્ષણમાં ખોટા નંબર મેળવી રહી છે. લાખોના ખર્ચે બનેલો વર્મીકમ્પોજ પ્લાન્ટની હાલત દેખાતા આ પ્લાન્ટમાં એક પણ વખત કામગીરી થઇ ન હોવાનું લાગી રહ્યું છે. ત્યારે ડોર ટુ ડોર ફરતા વાહનો ભીનો અને સુકો કચરો એકઠો કરીને કમ્પીંગ પ્લાન્ટમાં એક સાથે ઠાલવી રહ્યા છે. આ કચરો પશુ ખાતાં કમ્પીંગ સાઇડ પર દેખાઇ રહ્યા છે. અને કચરાને સળગાવીને પ્રદુષણ ફેલાવી રહેલી નગર પાલિકાના સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીથી મળતા નંબરો પર શંકા સેવાઇ રહી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ગોધરા નગર પાલીકાના કમ્પિગ સાઇડ પર 37 કરોડના ખર્ચે બનેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરશે.
પાલિકા પ્રદૂષણ ફેલાવી રહી છે
ડમ્પીંગ સાઇડ પર પ્લાસ્ટીક, લોખંડ, ઇલેક્ટ્રીક તથા વર્મીકંપોઝ કરવાને બદલે જાહેરમાં સળગાવીને પ્રદૂષણ ફેલાવાય છે, નિયંત્રણ બોર્ડે અગાઉ નગર પાલિકાને નોટિસ પાઠવેલી છે છતાં તેનો કોઈ ઉકેલ આજદિન સુધી આવ્યો નથી ,ત્યારે લાખો રૂપિયાનું ટેન્ડર બહાર પાડીને વર્મીકમ્પોઝ પ્લાન્ટમાં કચરો છુટો પાડતી એજન્સીને કામગીરી સોપી હતી. જિલ્લા કલેક્ટર આ વર્મી કમ્પોઝ પ્લાન્ટની કામગીરી કરતી એજન્સીને કેટલી વખત રૂપિયા ચૂકવ્યા તેની તપાસ હાથ ધરે તો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે.
એજન્સીને વર્ક ઓર્ડર અપાયો છે
22 એકરમાં પથરાયેલ ડમ્પીંગ સાઇડ પર વર્મી કમ્પોઝ પ્લાન્ટમાં કચરો છુટો પાડવા એજન્સીને કામગીરી સોંપી હતી. પણ એજન્સી કામગીરી ન કરતાં નવો વર્ક ઓર્ડરથી નવી એજન્સીને કામગીરી સોપીને કામગીરી કરાવીશું. > મુકેશ પટેલ, સેનટરી ઇસ્પેકટર
7 કરોડના ખર્ચે તૈયાર થનાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આજે ઇ-લોકાર્પણ
શહેરની ભુર્ગભ ગટરમાં આવતું ગંદુ પાણીને પમ્પીંગ સ્ટેશનમાં પંપ દ્વારા પાઇપ લાનઇ મારફતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લાવવામાં આવશે. આ પ્લાન્ટ 37 કરોડના ખર્ચે નાવેલો છે. અને તેની કામગીરી પાંચ વર્ષ સુધી એજન્સી સંભાળશે. આ પ્લાન્ટમાં પ્રોસેસ કરીને ગંદા પાણીને ચોખ્ખુ કરવામાં આવશે. અને તે પાણીને મેસરી નદીમાં છોડી દેવામાં આવશે. સાથે આ પ્લાન્ટની બાજુમાં સોલર પેનલ બનાવામાં આવી છે. જેનું કામ હાલત અંધુરૂ છે. પણ રાજયના મુખ્યમંત્રી વીજય રૂપાણી સુએજ પ્લાન્ટ અને સોલર પેનલનં ઇ- લોકાપર્ણ મંગળવારે કરશે. આ કાર્યક્રમ ગોધરાના સરદાર નગર કરવામાં આવશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.