સમસ્યા:ચચેંલાવના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત

ગોધરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતના સભ્યોને વિશ્વાસમાં ના લીધા

ગોધરા તાલુકાના ચચંલાવ ગ્રામ પચાયતના 6 સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની તાલુકાકક્ષાએ રજુઆત કરવા ચર્ચાનો વિષય બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા તાલુકાના ચચંેલાવ ગામના સરપંચ રધાભાઇ મનસુખભાઇ વણઝારા વિરુદ્ધ ગ્રામ પંચાયતના 6 સભ્યોએ આક્ષેપ કર્યો કે સરપંચ મનસ્વી રીતે પંચાયતના કામો સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરે છે. તેમને સરકારના નાણાંનો દુરઉપયોગ કરીને અને ખોટા કામો કર્યાનો આક્ષેપ કરીને સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા લેખિત રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...