તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલમાં મંગળવારે કોરોનાનો એકેય કેસ નહીં : કુલ આંક 9609

ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સક્રિય દર્દીઓની સંખ્યા 3 થવા પામી : 9420 દર્દીઓ સ્વસ્થ થઈ પરત ફર્યા

પંચમહાલ જિલ્લામાં મંગળવારે કોરોનાનો અેક પણ દર્દી મળી ન અાવતાં જિલ્લામાં શૂન્ય કેસ નોધાતા કુલ 9609 કેસ થયા છે. જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 3 થવા પામી છે. તથા 9420 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં શહેરી વિસ્તારોમાં 5529 અને ગ્રામ્ય વિસ્તારોમાં 4080 કેસ નોંધાયા છે. જિલ્લામાં કોવિડથી 71 અને નોનકોવિડથી 119 દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં મંગળવારે 2684 વ્યક્તીઅોઅે રસી મુકાવતા જિલ્લામાં કુલ 479817 લોકોનું રસીકરણ થયું હતું

મહીસાગર જિ.માં સતત 23મા દિવસે એક પણ કેસ નોંધાયો નથી
મહીસાગર જિલ્લામાં સતત 23મા દિવસે એકપણ કેસ ન નોંધાતા મહીસાગર જિલ્લો કોરોનામુકત રહ્યો છે.જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 7491 કેસ પોઝિટિવ નોધાયા છે. હાલ જિલ્લામાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7418 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 51 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 302263 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...