વિશાખાપટ્ટનમ જાસૂસી કાંડ:ગોધરાથી NIAએ ઘરના ગદ્દાર ઇમરાનને ઝડપ્યો, ISIને આપતો હતો નૌસેનાની સિક્રેટ માહિતી

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇમરાન ગિતેલી - કાપડના ધંધાના બહાને 5 વાર પાકિસ્તાન પણ જઈ આવ્યો હતો - Divya Bhaskar
ઇમરાન ગિતેલી - કાપડના ધંધાના બહાને 5 વાર પાકિસ્તાન પણ જઈ આવ્યો હતો
  • ગોધરાનો રિક્ષા ચાલક સંરક્ષણ મથકોની માહિતી આપતો હતો

વિશાખાપટ્ટનમ જાસૂસી કાંડમાં ગોધરાના રિક્ષાચાલક અને કાપડનો ધંધો કરતાં ઇમરાન ગિતેલીની સંડોવણી બહાર આવતાં એનઆઇએની ટીમે સોમવારે મોડી રાત્રે તેના પોલન બજાર સ્થિત ઘરેથી ધરપકડ કરી છે. ગિતેલીએ ભારતીય નેવી શીપ સબમરીન અને ડિફેન્સની મહત્ત્વની માહિતી પાકિસ્તાન પહોંચાડી નેવીના કર્મચારીઓને તેના અવેજમાં હવાલાથી નાણા આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. એનઆઇએ અને સ્થાનિક પોલીસે ગિતેલીને ઊંઘમાં જ ઝડપી પાડી હૈદરાબાદ ખાતે લઇ ગયા છે.

ફેસબુક, વોટ્સએપ દ્ધારા પાકિસ્તાની એજન્ટો સાથે નૌકાદળના જવાનો સંપર્કમાં આવ્યા
એનઆઇએએ જણાવ્યું છે કે, આ કેસ આંતરરાષ્ટ્રીય જાસૂસી રેકેટ સાથે સંલગ્ન છે. જેમાં પાકિસ્તાન સ્થિત જાસૂસોએ ભારતીય નૌકા જહાજો, સબમરીન અને અન્ય સંરક્ષણ મથકો સહિતના સ્થળોની સંવેદનશીલ માહિતી એકત્રિત કરવા ભારતમાં એજન્ટોની ભરતી કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ફેસબુક, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્ધારા પાકિસ્તાની એજન્ટો સાથે નૌકાદળના જવાનો સંપર્કમાં આવ્યા હતાં. પાકિસ્તાન આઇએસઆઇના ભારતીય સહયોગીઓ દ્ધારા તેમના બેંક ખાતામાં રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતાં. આ રેકેટમાં સંડોવાયેલા 14 આરોપીઓ સામે ગત જૂન 2020માં ચાર્જશીટ કરવામાં આવી હતી. તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે, ઇમરાન ગિતેલી કાપડના વેપારની આડમાં પાકિસ્તાની જાસૂસો અને એજન્ટો સાથે સંકળાયેલો હતો. આ જાસૂસોની સૂચના મુજબ તેણે ભારતીય નૌકાદળના જવાનોના બેંક ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતાં. એનઆઇએની ટીમે પંચમહાલ ડીએસપી લીના પાટિલનો સંપર્ક કરી સોમવારે રાત્રે એસઓજીની મદદથી ઓપરેશન ગોઠવ્યું હતું. બંને ટીમો ગુજરાતી કુમાર શાળાની પાછળ આવેલા મહંમદ મહોલ્લામાં પહોંચી ઇમરાનના ઘરને કોર્ડન કરી લઇ ઉંઘમાં જ ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...