તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બાળ વેપાર:નવજાતની કિંમત 15,000! બાળસુરક્ષા કચેરીએ અનામી અરજી જતાં સમ્રગ ભાંડો ફૂટયો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • કાલોલના સુરેલીના 3 પુત્રીના માતા પિતાને હોસ્પિટલની સ્વિપરે બાળક વેચી દીધું
  • રીનાબેન ગર્ભવતી ન હોવા છતાં તેમના ઘરેથી બાળકનો અવાજ આવતા કોઈએ અરજી કરી હતી
  • સ્વિપરે અજાણી મહિલાની ઘરે પ્રસૂતિ કરાવીને નવજાત બાળકને વેચી દીધું
  • બાળસુરક્ષા અધિકારીએ કાલોલ પોલીસ મથકે 4 સામે ફરિયાદ નોધાવતાં પોલીસે 3ની ધરપકડ કરી

કાલોલ તાલુકાના સુરેલી ગામે રહેતા દંપતીને વસ્તારમાં ત્રણ પુત્રીઓ હતી. પણ પુત્રના મોહને લીધે તેઓ પુત્રની ઝખના ધરાવતાં હતાં. તેઓને 1 સપ્ટેમ્બરના રોજ મોબઇલ પર કાલોલના રાધા ગોપી પ્રસૂતિ હોસ્પિટલમાં સાફ સફાઇ કરવાવાળા મંજુલાબેનનો ફોન આવ્યો કે તમારે છોકરો જોઇતો હોય તો તાત્કાલિક 15 હજાર રૂપિયા લઇને આવી જાવ, જેથી પુત્રની ઘેલછામાં સુરેલીના દંપતી રીનાબેન અને પ્રવિણભાઇ 15 હજાર રૂપિયા લઇને કાલોલ મંજુલાબેનના ઘરે પહોચી ગયા હતા. જ્યાં 15 હજારના બદલામાં મંજુલાબેને રીનાબેનને તાજું જન્મેલું બાળક આપ્યું હતું. સાથે સાથે બાળકની માતાને ખર્ચ પેટે 15 હજાર આપવાના થશે તેમ તેણે કહ્યું હતું. રીનાબેને બાળકના સગાને મળવાનું કહેતાં મંજુલાબેનને તમારે છોકરા સાથે મતલબ રાખોને. તમારી જોડે કોઇ બાળક લેવા નહિ આવે તેમ જણાવીને 15 હજારના બદલામાં બાળક આપ્યું હતું. બાળક લઇને દંપતી સુરેલી પોતાના ઘરે આવ્યું હતું.

પરંતુ ચાર પાંચ દિવસથી બાળક માતાના ધાવણ વગર રડયા કરતું હતું. બહુ રડવાના અવાજથી અને રીનાબેનને કોઇ સુવાવડના લક્ષણ ન હોવા છતાં તેઓ નવજાત બાળક ક્યાંથી લાવ્યા અને માતા વગર બાળક મરી જશે તેવા આશય સાથે પંચમહાલ બાળ સુરક્ષા એકમ ગોધરા ખાતે એક અનામી અરજી આવી હતી. જે અરજીના આધારે બાળ સુરક્ષા અધિકારી તપાસ કરવા સુરેલી ગામે ગયા હતા. જ્યાં બાળકને દંપતી ખરસલીયા લઇ ગયા હોવાનું જાણતાં અધિકારી ખરસલીયા રીનાબેનનના પિયરમાં ગયા હતા. જ્યાં નવજાત બાળક સાથે રીનાબેન અને પ્રવીણભાઇ મળી આવ્યા હતા.

બાળ સુરક્ષા અધિકારીને જાણ થઇ કે નવજાત બાળકને ગેરકાયદેસર રીતે 15000 રૂ માં મંજુલાબેને રીનાબેન અને પ્રવિણભાઇને વેચ્યો હતો. આ રીતે દત્તક લીધેલ બાળક ગેરકાયદેસર છે. નવજાત બાળકને વિશિષ્ટ દત્તક સંસ્થા ગોધરા ખાતે મૂકવા આદેશ કરીને બાળકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાળસુરક્ષા અધિકારીએ કાલોલ પોલીસ મથકે અજાણી સ્ત્રી, મંજુલાબેન, રીનાબેન પટેલ તથા પ્રવિણભાઇ પટેલ વિરુદ્ધ 317,114, 370 તથા ધી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 80,81 મુજબની ફરિયાદ નોંધાવી હતી.

3ની અટકાયત કરી કોવિડ ટેસ્ટ કરવા ખસેડાયા
હોસ્પિટલમાં કામ કરતી મંજુલાબેન ગોપી હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવામાં મદદ કરતી હોવાથી તેને પ્રસૂતિનો અનુભવ હતો. તેણે ઘરે અજાણી મહિલાની પ્રસૂતિ કરાવીને બાળકનો જન્મ કરાવ્યો હતો. હવે મંજુલાબેનના ઘરે પ્રસૂતિ કરાવેલ અજાણી મહિલા લગ્ન કરેલ હતી કે પછી કુંવારી હોવાથી માતા બનતાં પાપ છુપાવવા ઘરે પ્રસૂતિ કરાવી હશે તે તો પોલીસે કરેલી ત્રણની અટકાયતમાં તમામ હકીકત બહાર આવશે. હાલ તો ત્રણેને કોરોનાનો ટેસ્ટ કરાવવા કોવિડ ખાતે ખસેડ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો