હત્યા:લાબડાધરા ગામે કોર્ટ કેસમાં સમાધાન ના કરતાં ભત્રીજાએ કાકાની હત્યા કરી

ગોધરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જમીનની તકરારમાં કાકાની હત્યા કરાઇ હોવાની ફરિયાદ નોંધાઇ

લાબડાધરા ગામે ખેતરમાં શેઢા બાબતે અગાઉ થયેલી મારામારીનો ચાલત કોર્ટ કેસમાં કુંટુબીભાઇઅો સમાધાન કરવા દબાણ કરતાં હતા. મોટાભાઇ બાઇક લઇને જતાં રસ્તામાં ભત્રીજાઅે બાઇક પરથી ધક્કો મારી નીચે પાડીને મોટો પથ્થર માથાંના ભાગે મારતા ઇજાગ્રસ્તનું મોત થતાં રાજગઢ પોલીસ મથકે હત્યાની ફરીયાદ નોધાતાં પોલીસે હત્યારા ભત્રીજા સહીત 3ને પકડી પાડયા હતા.

લાબડાધરા ગામે કોયાભાઇ રાઠવાના 3 ખેતર છે. છેલ્લા 5 વર્ષથી ખેતરના શેઢા બાબતે કુંટુબી ભાઇઅો સાથે ઝઘડો ચાલતો હતો. 2017માં જમીન બાબતે કુંટુબીભાઇઅો કોયાભાઇ સાથે મારામારી કરતાં તેની ફરીયાદ નોધાવી હતી. ફરીયાદનો કેસ કોર્ટમાં ચાલતાં 20 જાન્યુઅારીના રોજ મુદત હતી. અા કેસમાં સમાધાન કરવા ભલીયાભાઇ રાઠવા, કીરણભાઇ રાઠવા તથા કોચરભાઇ રાઠવા દબાણ કરતાં હતા. તા.4ના રોજ કોયાભાઇ બાઇક લઇને જતા હતા.

દરમ્યાન રસ્તામાં ભત્રીજો કીરણઅે રોકીને બાઇક પરથી નીચે પાડી દઇને કિરણે મોટો પથ્થર માથાના ભાગે મારતાં ગંભીર ઇજા કરી હતી. ઇજાગ્રસ્ત કોયાભાઇને 108 દ્વારા દવાખાને લઇને જતાં સારવાર દરમ્યાન કોયાભાઇનું મોત નિપજયું હતુ.અા અંગેની પોલીસ ફરીયાદ રાજગઢ પોલીસ મથકે નોધાતાં અારોપીના રહેણાંક, સંભવિત જગ્યા પર છાપા મારીને ભલીયાભાઇ રાઠવા, કીરણભાઇ રાઠવા તથા કોચરભાઇ રાઠવાનાઅોને પકડી પાડીને ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...