તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલ જિલ્લામાં કોરોનાનો અંત નજીક, મંગળવારે પણ કોઈ નવો પોઝિટિવ કેસ નહીં

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ આંક 9606 : સક્રિય 5 કેસ

પંચમહાલ જિલ્લામાં મંગળવારે પણ કોરોના સંક્રમણનો કોઈ નવો કેસ મળી આવ્યો નથી. એક દર્દી સંક્રમણને માત આપી સ્વગૃહે પરત ફર્યા હતા. આ સાથે જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 05 થવા પામી છે. અત્યાર સુધી કુલ 9606 દર્દીઓ કોરોનાના નોંધાયા છે, જે પૈકી 9415 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. હાલ સુધી શહેરી વિસ્તારોમાં 5526 અને ગ્રામ્ય વિસ્તારોમાં 4080 કેસ નોંધાયા છે. જિ્લલામાં કોવિડથી 71 અને નોનકોવિડથી 119 દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામા| મંગળવારે 112 વ્યક્તીઅોઅે રસી મુકાવી હતી. જિલ્લામાં કુલ રસીકરણ 417245 થયું હતું.

કોરોના મુકત થયો : મહિસાગરમાં કોરોનાનો કેસ ન નોંધાતાં સંખ્યા 7491 પર અટકી​​​​​​​
લુણાવાડા. મહીસાગર જિલ્લામાં કોરોનાના કુલ 7491 કેસ પોઝિટિવ નોધાયા છે. હાલ જિલ્લામાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7418 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જ્યારે જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. વધુમાં જેમ સતત છેલ્લા 9 દિવસથી કોરોના સંક્રમણને વધતું અટકાવીને જિલ્લાને કોરોનામુકત બનાવવામાં સહયોગ આપ્યો છે.

દાહોદ જિલ્લો : મંગળવારે બે પૈકીના 1ને રજા અપાતાં હવે 1 જ એક્ટિવ કેસ
દાહોદ. દાહોદ જિલ્લામાં રેપીડના 323 સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ હોવાનું નોંધાયું હતો. વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાતા હવે જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને માત્ર એક જ રહી જવા પામી છે. દાહોદમાં મંગળવારે પણ શૂન્ય કેસ નોંધાવા સાથે કોરોના સંક્રમિતોની સંખ્યા સળંગ એક અઠવાડિયાથી શૂન્ય જ નોંધાતા જિલ્લાવાસીઓમાં રાહત વ્યાપી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...