તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:NDPSનો આરોપી ગોધરાનો સાજીદ ઇકબાલ મમદુ સાબરમતી જેલમાં

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NDPSના 2 અને અન્ય 5 ગુનામાં આરોપી સંડોવાયેલ છે

ગોધરાના ખાડી ફળિયાનો સાજીદ ઈકબાલ મમદુને નશીલી દવાનો જથ્થો લાવીને વેચાણ કરતાં પોલીસે બે વખત પકડીને તેની વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુના નોધ્યા હતા. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન પટેલ દ્વારા એક ગુપ્ત દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસ વડાને આપી હતી, જેમાં ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં રહેતો સાજીદ ઈકબાલ મમદુને ગત 2019-20માં કોડીન શ્રેણીની નશીલી દવાઓ તથા આલ્પ્રાઝોલમ કન્ટેન્ટ ધરાવતી નશીલી ટેબ્લેટ વેચાણના ગુનામાં પકડાયો હતો, અને આગામી સમયમાં પુનઃ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરે તેવી શક્યતા રહેલી હતી.

તેમજ તેની વિરુદ્ધ અન્ય પાંચ ગંભીર પ્રકારના ગુના નોધાયેલા હતા. જેને અટકાવવા માટે તેના વિરુદ્ધમાં PIT NDPS (Prevention Of Illicit traffic narcotic drugs and psychotropic substance act) મુજબ કાર્યવાહી કરવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.જેને લઇને પંચમહાલ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા સાજીદ ઈકબાલ મમદુની અટકાયત કરવામાં આવી હતી,અને સમય મર્યાદા મુજબ અમદાવાદ ખાતે આવેલી સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતો.

અન્ય સમાચારો પણ છે...