આક્ષેપ:નદીસરની પેટા ચૂંટણીમાં એડીચોટીનું જોર લાગ્યું : 73.25% મતદાન નોંધાયું

ગોધરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના સભ્યે રાજીનામું આપતાં પેટા ચૂંટણી યોજાઇ : ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જંગ
  • આગલી રાતે દારૂ ભરેલી પોટલી મળતાં આક્ષેપ બાજી

ગોધરા તા. પં.ની નદીસર બેઠક પર અગાઉ ફ્રેબુઅારીમાં થયેલ ચૂંટણીમાં ભાજપની મહીલા ઉમેદવારની વિજયી બની હતી.પરંતું નદીસર તા. પં.ના મહિલા સભ્ય અાંગણવાળીમાં ફરજ બજાવતી હોવાથી તેમને તા.પં. સભ્ય પદ પરથી રાજીનામું અાપી દીઘું હતું. જેને લઇને નદીસર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી રવિવારના રોજ યોજાઇ હતી.

નદીસર તાલુકા પંચાયત ગોધરા તાલુકામાં અાવે પણ વિધાનસભા વિસ્તાર શહેરામાં લાગે છે. જેથી અા બેઠક જીતવા રાજકીયપક્ષો અેડીચોટીનું જોર લાગવી દીઘું છે. પેટા ચૂંટણીમાં ભાજપ, કોગ્રેસ તથા અાપના ઉમેદવારો સાથે અેક અપક્ષ ઉમેદવાર ઉભા રહેતા નદીસર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી તમનામ પક્ષો જીતવા કાર્યકરોની ફોજ ઉતારી દીઘી છે. ત્યારે નદીસર બેઠક પર રવિવારની ચૂંટણીમાં કુલ 7173 મતદારોમાંથી 73.25 ટકા મતદારોઅે મતદાન કર્યું હતું.

અાગલી રાતે દારૂ ભરેલી પોટલી મળતાં અાક્ષેપ બાજી
નદીસર તાલુકા પંચાયતની ચુંટણીમાં મુખ્ય પક્ષો વચ્ચે ભારે રસાકસી હોવાથી રાતે મતદારોને દારૂની રેલમઝેલ થયાના અાક્ષેપો વચ્ચે નદીસર ગામના તળાવ ફળીયામાંથી 79 દારૂ ભરેલી પોટલીઅો મળતાં રાજકીયપક્ષો વચ્ચે અાક્ષેપબાજી શરૂ થઇ હતી. પેટ્રોલીગ કરતી પોલીસની ગાડી પહોંચીને 79 પોટલીઅો કબજે કરી હતી.

જયારે કોંગ્રેસ પ્રમુખે નદીસરથી પકડાયેલ દારૂ ભાજપ પક્ષનો હોવાનો અાક્ષેપ કરીને મતદારોને લાલચ અાપીને ચુંટણી જીતી રહ્યા અને દારૂ અંગે કોગ્રેસે પોલીસવડાને રજુઅાત કરી હોવાનું કોગ્રેસ પ્રમુખે જણાવેલ હતુ. ત્યારે પોલીસે તો હાલ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...