તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા મરી પરવારી નથી:ગોધરામાં મુસ્લિમ યુવાનોએ હિન્દુ રીતિરિવાજ સાથે રાધેની અંતિમક્રિયા કરી, ભાઈ UP રહેતો હોવાથી આવી શક્યો નહીં

ગોધરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
મુસ્લિમ યુવાનોએ હિન્દુની નનામીને કાંધ આપી અંતિમ ક્રિયા કરી હતી. - Divya Bhaskar
મુસ્લિમ યુવાનોએ હિન્દુની નનામીને કાંધ આપી અંતિમ ક્રિયા કરી હતી.

ગોધરાના મુસ્લિમ વિસ્તારમાં એક માત્ર હિન્દુ રાધેભાઇ કારેભાઇ ગોસાઇ પરિવાર સાથે છેલ્લા 30 વર્ષથી રહીને શાકભાજીનો ધંધો કરી ગુજરાન ચલાવતા હતા. મંગળવારે સાંજે રાધેનું હાર્ટએટેક આવતાં અવસાન થતાં ઘરમાં રોકકળ મચી હતી. રડવાનો અવાજ સાંભળતાં આજુબાજુ રહેતા મુસ્લિમ ભાઇ-બહેનોએ દોડી આવી હિન્દુ પરિવારને સાંત્વના આપી હતી.

તમામ હિંદુ રિવાજ સાથે અંતિમ સંસ્કાર કરીશું
રાધેનો પુત્ર કામકાજ અર્થે યુપીમાં હોવાથી આવી શકે તેમ ન હોવાથી આજુબાજુના મુસ્લિમ સમીર પઠાણ સહિત અન્ય યુવાનોએ પરિવારને જણાવ્યું હતું કે રાધેની અંતિમયાત્રાની તમે લોકો ચિંતા કરશો નહી. અમે તમામ યુવાનો હિન્દુ રિતરીવાજ મુજબ અંતિમક્રિયા કરીશું. તેમ જણાવ્યું હતું અને મંગળવાની આખી રાત હિન્દુ પરિવાર સાથે દુ:ખમાં વિતાવી હતી.

મુસ્લિમ લોકોએ પણ નનામીને કાંધ આપી
​​​​​​​બુધવારની સવારથી અંતિમયાત્રા માટેની તમામ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જે વિધીની જાણ ન હતી તે હિન્દુ મિત્રોને પૂછી પૂર્ણ કરી હતી. અને હિન્દુ રાધેની મુસ્લિમ યુવાનોએ ખાંધ આપી સ્મશાન સુધી લઇ ગયા હતા. જ્યાં તેના મૃતદેહને ફેરા ફરાવી તમામ હિન્દુ રિતીરિવાજ કર્યા હતા. મુસ્લિમ યુવાનો દ્વારા હિન્દુની નનામીને ખાંધ મળેલી જોઇ અંતિમ રથના ચાલકનું પણ દિલ ભરાઈ આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો