કામગીરી:ગોધરામાં મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ, નગરજનોને અંધારામાં રહેવાનો વારો

ગોધરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાઇટ કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે નગરજનોને અંધારામાં રહેવાનો વારો
  • લાઇટ અને ડોર ટુ ડોર અેજન્સી યોગ્ય કામગીરી ન કરતાં પાલિકાની નોટિસ

ગોધરા પાલિકા દ્વારા પ્રાથમીક સુવિધાના મુખ્ય ડોર ટુ ડોર અને લાઇટ વિભાગની કામગીરી લાખ રૂપિયા ખર્ચીને ખાનગી કોન્ટ્રાકટરને સોપી છે. શહેરને અંધારથી મુક્ત અને કચરો લેવાની કામગીરી ખાનગી એજન્સી અપાતાં શહેરમાં અવાર નવાર એજન્સીની કામગીરી પર સવાલ ઉભા થઇ રહ્યા છે. ગોધરા શહેરમાં મોટા ભાગના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવા છતાં લાઇટ એજન્સીનું પેટનું પાણી હલતું નથી.અગાઉ પણ લાઇટ કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય કામગીરી ન કરતાં નોટીસ અાપીને સંતોષ માન્યો હતો. અંધારપટ છવાયો રહેતાં ગોધરાના વિરોધ પક્ષના સભ્ય યાકુબભાઇ બક્કરે પાલિકામાં રજુઆત કરી હતી.

એજન્સી યોગ્ય કામગીરી ન કરતાં હોય તેવી એજન્સીઓને બ્લેક લીસ્ટ કરવાની માંગ

બીજુ બાજુ ડોર ટુ ડોર કચરો લેવાની કામગીરી કરતી અેજન્સી દ્વારા શહેરમાં યોગ્ય કામગીરી ન કરતાં પાલીકાના સભ્યે એજન્સીને બ્લેક લીસ્ટ કરવાની રજુઆત પાલીકાને કરી હતી. ગોધરાના વિ્સ્તારોમાં ડોર ટુ ડોર વાહનો કચરો લેવા  જતાં ન હોવાની અનેક ફરીયાદો પાલીકાને મળી છે. શહેરીજનોના ટેક્સના પૈસાથી એજન્સીઓને લાખો રુપિયા ચુકવા છતાં યોગ્ય કામગીરી ન થતી હોય તો પાલીકા દ્વારા આવી  એજન્સીઓને કોન્ટ્રાકટર રીન્યુ કરતાં અધિકારીઓની મીલીભગતની ચર્ચાઓ ઉઠી છે. ત્યારે શહેરીજનો લાખો રુપિયાના ટેકસથી માલામાલ થયેલી એજન્સીઓ કામગીરી સંતોષકારણ ન કરતાં પાલીકા દ્વારા કાર્યવાહીના રૂપે લાઇટ અને ડોર ટુ ડોર એજન્સીને નોટીસ ફટકારીને સંતોષ માન્યો છે. લાખો રુપિયાનો કોન્ટ્રાકટર આપવા છતાં એજન્સી યોગ્ય કામગીરી ન કરતાં હોય તેવી એજન્સીઓને બ્લેક લીસ્ટ કરવાની માંગ શહેરીજનોમાં ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...