બજારમાં ખરીદી ચાલુ:પંચમહાલમાં કમૂર્તા પહેલાના માત્ર 15 મુહૂર્તોમાં 900 કરતાં વધુ લગ્નો યોજાશે

ગોધરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષ બાદ લગ્ન પ્રસંગો ફરી એક વખત ધામધુમથી યોજાશે

દેવઉઠી અગીયાસ બાદ પંચમહાલમાં લગ્ન સિઝન ધુમ રહેશે. અગાઉ લગ્નો મોકુફ રહ્યા હતા. સરકારની ગાઇડ લાઇન હોવાથી લગ્ન પ્રંસગ ફિકા રહ્યા હતા. હવે દોઢ વર્ષ બાદ સરકારે લગ્નમાં કોઇ પાબંદી રાખેલ ન હોવાથી અાજથી 15 મી નવેમ્બર કારતક સુદ બારસથી લગ્નનો શુભારંભ થશે. લાલબાગ મંદિરના મહારાજ દિપીલીભાઇ જોષીઅે જણાવ્યું કે 15મી નવે.થી 14 મી ડિસે. સુઘીના દિવસોમાં લગ્નોના 15 મુહુર્તોમાં જિલ્લામાં 900 કરતાં વધુ લગ્નો યોજાશે. જેને લઇને દિવાળી બાદ પણ બજારમાં ખરીદી ચાલુ રહી હતી.

લગ્નોને લઇને જિલ્લાના મોટા શહેરના હોટલોના હોલનું બુકીંગ ફૂલ થઇ ગયું છે. લગ્નના અાયોજન પર કોઇ ગાઇડ લાઇન ન હોવાથી જિલ્લામાં લગ્નોમાં ડી.જે સાથે વરઘોડા પણ જોવા મળશે. લોકડાઉન બાદ લગ્નના મુહુર્તોમાં સમુહ લગ્ન પણ યોજાવાના હોવાથી સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવુ હિતકારી રહેશે. લગ્નના 15 મુહૂર્ત બાદ પોષ માસમાં લગ્ન મુહૂર્ત હોવાથી અાવનારા 15 મુહુર્તોમાં 900 કરતા વઘુ લગ્નો ધામધુમથી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...