તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમને સામને:જિલ્લાના 90%થી વધુ શિક્ષકો શિક્ષક સજ્જતા કસોટી આપશે

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 80 ટકા શિક્ષકોઅે હોલ ટિકિટ મેળવી
  • જિલ્લામાં 8000 જેટલા પ્રાથમિક શિક્ષકો છે : કસોટીને લઇને બે સંઘ આમને સામને

પંચમહાલ જિલ્લામાં તા.24ને મંગળવારના રોજ 124 સ્થળે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી લેવાશે. જેની તમામ તૈયારી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પુર્ણ કરી દેવામાં અાવી છે. જિલ્લામાં 8000 જેટલા પ્રાથમિક શિક્ષકો છે. કસોટીને લઇને શિક્ષકોના બે સંઘ અામને સામને અાવી ગયા છે. જિલ્લામાં અાવેલા શિક્ષકોના બે સંઘમાં અેક ગુજરાત રાજય પ્રાથમીક શિક્ષક સંઘે કસોટીની તરફેણમાં રહીને શિક્ષકોને કસોટી અાપવાનુ અાહવાન કર્યુ છે.

જયારે બીજો રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘ કસોટીનો વિરોધ કરીને કસોટી મરજીયાત હોવાથી શિક્ષકોઅે કસોટી અાપવી નહિ તેની તરફેણ કરી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લા પ્રાથમિક શીક્ષણાધિકારી વિનુભાઇ પટેલ તથા તાલુકાના ટીપીઅો મળીને શિક્ષકોને કસોટીની સમજ અાપીને કસોટી અાપવા સમજાવ્યા હતા. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીથી વિદ્યાર્થીઅોને લાભ થશે.

તેમજ અા કસોટીના ડેટાથી શિક્ષણની નવી યોજનાઅો બનશે. તાલીમનું સ્વરુપ બદલવા માટે સાથે શિક્ષણનું સ્તર સુધારવા કસોટી લેવાય છે. અા કસોટીનું પરીણામ જાહેર કરવામાં અાવશે નહિ. તેવી શિક્ષણ વિભાગે શિક્ષકોને સમજ અાપતાં જિલ્લાના 90 ટકાથી વઘુ શિક્ષકો કસોટીમાં ભાગ લેશે. તેમ શિક્ષણાધીકારીઅે જણાવ્યું હતુ. સોમવારે બપોર સુધીમાં જિલ્લાના 80 ટકા જેટલા શિક્ષકોઅે હોલ ટિકિટ ડાઉનલોડ કરી દીધી છે. ત્યારે જિલ્લાના કેટલા શિક્ષકો શિક્ષણ સજ્જતા સર્વેક્ષણમાં હાજર રહેશે તે હવે જોવાનું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...