તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોધરા શહેરમાં વૈશ્વિક મહમારી કોરોના વાઇરસના સંક્રમણનો કહેર વધતાં હવે કોરોનાએ ગોધરા કોર્ટને પણ ભરડામાં લઇ લીધી છે. ગોધરા કોર્ટમાં વકીલ સહીત જજ કોરોનાગ્રસ્ત થતાં ગોધરા કોર્ટમાં કોરોના સંક્રમણનો વિસ્ફોટ થયો હતો. કોર્ટના વકીલ મંડળના મંત્રીએ કોર્ટના 8થી વધુ વકીલોનો કોરોના પોઝિટિવ આવતાં પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા કોરોનાને લઇને ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો.
આ પાસ કરેલા ઠરાવમાં હાલની કોરોનાની પરિસ્થિતિને લઇને કોર્ટમાં પક્ષકારો, વકીલોની અવરજવર રહે છે. જેને લઇને કોરોનાની બીમારીનું સંક્રમણ જજ, કોર્ટના કર્મીઓ તથા વકીલોને થયું છે. તેમ જણાવ્યું હતું. જેથી ગોધરા કોર્ટમાં અગત્યના સિવાય અન્ય કેસમાં વકીલ કે પક્ષકારોને હાજર રહેવા બાકાત રાખી તમામ કામકાજ જે તે સ્ટેજ પર સ્થગિત કરાવાયું હતું. જામીન, રીમાન્ડ અરજી સહિત અગત્યના કામો સિવાય જે તે સ્ટેજ પર સ્થગિત રાખવા પક્ષકારોને નોટિસ કે વોરંટ ઇસ્યુ ન કરવા તેમજ ત્વરિત પક્ષકારો સિવાયનાને કોર્ટ સંકુલમાં હાજર રાખવા નહિ તેવો ઠરાવ પાસ કરીને પંચમહાલ ડિસ્ટ્રિક્ટ જજને આપવામાં આવ્યો હતો.
જજનો કોરોના ટેસ્ટ નેગેટિવ પણ સિટી સ્કેનમાં 18% કોરોનાથી સંક્રમિત
ગોધરા જોઇન્ટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ઉંમગ વ્યાસને કોરોના લક્ષણ દેખાતાં તેઓ દ્વારા સિટી સ્કેન કરાવવામાં આવતાં 18 ટકા જેટલો કોરોના વાઇરસથી સંક્રમિત થયાનો ચેપ બતાવ્યો હતો. જેને લઇને જજે પ્રથમ અન્ય હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ છેલ્લા 4 દિવસથી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેના કોવિડ સેન્ટરમાં સારવાર લઇ રહ્યા હતા.
કોવિડ સેન્ટરમાં જજના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. પણ તેઓને કોરોનાના લક્ષણ દેખાતાં તેમને કોરોનાની સારવાર આપવામાં આવી હતી. ગુરુવારની વહેલી સવારે સેશન કોર્ટના જજ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. તેઓના અંતિમ સંસ્કાર કોરોનાની ગાઇડલાઇન મુજબ ગોધરા ખાતેના સ્મશાનમાં કરવામાં આવ્યા હતા.
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.