તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જાસૂસી કાંડ:ગોધરાના 50થી વધુ લોકો પોલીસના રડારમાં, નજીકના 5 સંબંધીની પૂછપરછ કરાઈ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરાના ઇમરાનની નેવી જાસૂસીકાંડમાં NIAએ ધરપકડ કરી હતી

રિક્ષાચાલક ઇમરાન યાકુબ ગિતેલીના કનેક્શન પાકિસ્તાનની આઇએસઆઇ સાથે મળતાં NIAએ તપાસ હાથ ધરી હતી. ઇમરાનના જાસૂસી કાંડ બાદ ગોધરાના 50થી વધુ લોકો પોલીસના રડારમાં હોવાનું ચર્ચાય છે. ઇમરાન ગિતેલી પાકિસ્તાનથી કપડાં લાવી ભારતમાં વેચતો હતો. ઇમરાન અવારનવાર પાકિસ્તાન જતો હોવાથી આઇએસઆઇના સંપર્કમાં આવ્યો હોવાનું NIAની તપાસમાં બહાર આવ્યું હતું.

ઇમરાનના ખાતાના સ્ટેટમેન્ટની તપાસ કરતાં તેમાંથી નેવીના અધિકારી અને ખલાસીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતો હોવાનું ખૂલતાં NIA તેની 14 સપ્ટેબરે પોલન બજારના વાલી ફળિયામાંથી તેના ઘરેથી ગોધરા પોલીસની મદદથી ધરપકડ કરીને હૈદરાબાદ લઇ ગઇ હતી.પાકિસ્તાન આઇએસઆઇ માટે કામ કરતા ઇમરાન ગિતેલીના ઘરેથી દસ્તાવેજો સાથે બે પાકિસ્તાની સીમકાર્ડ પણ મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. દેશની જાસૂસીમાં સંડવાયેલા ઇમરાન ગિતેલીના નજીકના પાંચ સંબંધીઓની ગોધરા એસઓજી પોલીસે બુધવારે પુછપરછ કરી હતી. ઇમરાન પાકિસ્તાન ક્યારે ગયો હતો અને પાકિસ્તાન કોની સાથે વાત કરતો હતો, આઇએસઆઇ સાથેના સંબંધ વિશે પરિવાર જાણતો હતો કે નહિ વગેરે પૂછપરછ કરી તેમના નિવેદનો લીધા હતા.

NIAએ અગાઉ મુંબઇથી એક પાકિસ્તાની એજન્ટની ધરપકડ કરી હતી. તેની પાસેથી ગોધરાના ઇમરાનના સંબંધ બહાર આવ્યા હતા.ઇમરાન મુંબઇના એજન્ટ પાસેથી રોકડ નાણાં લાવીને પોતાના ખાતામાં ભરીને નેવી અધિકારીઓ અને ખલાસીઓના ખાતામાં ટ્રાન્સફર કરતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ગોધરામાં અગાઉ રદ થયેલી નોટોનો જંગી જથ્થો પકડાયા બાદ ગોધરામાંથી પાકિસ્તાનના આઇએસઆઇ એજન્ટ મળી આવતાં ગોધરા ચર્ચામાં રહ્યું છે.

ઇમરાન ગિતેલીના સોશિયલ મીડિયાના લિસ્ટમાં અનેક પાકિસ્તાનીઓ
ઇમરાન યાકુબ ગિતેલી નેવીના અધિકારીનો કોન્ટેક્ટ કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો. ઇમરાન ગિતેલીએ પોતાના નામનું પણ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવતો હતો. જેમાં મનમોહક યુવતીઓના ફોટો અપલોડ કરેલા છે. ઇમરાન ગીતેલીના ફ્રેન્ડ લિસ્ટમાં અનેક પાકિસ્તાનીઓ જોડાયેલા છે. ઇમરાન સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક નેવીના અધિકારીઓ સાથે કોન્ટેક્ટમાં આવ્યો હતો અને દેશ વિરોધી માહિતીના બદલામાં ઇમરાન તેઓને પૈસા આપતો હતો.

ગોધરામાં રહેતા અનેક લોકોના સંબંધીઓ પાકિસ્તાનમાં રહે છે
ગોધરાના કેટલાક લોકોના સગા-સંબંધીઓ પાકિસ્તાન રહે છે. ઇમરાન પણ પાકિસ્તાનના ફેરા મારતો હોવાથી તેના સંબંધ પાકિસ્તાનના આઇએસઆઇ સાથે થયા હતા. જેને લઇને અગાઉ કેટલાક ગોધરાથી પાકિસ્તાન ગયા હતા અને પાકિસ્તાન ટેલિફોનિક વાતો કરતાં લોકોમાંથી 50થી વધુ લોકોનું લિસ્ટ બન્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જ્યારે ઇમરાન રિક્ષા ચલાવતો હતો અને તેના સંબંધ દેશ વિરોધી તત્ત્વો સાથે મળી આવતાં તેના વિસ્તારના લોકોમાં અનેક ચર્ચાઓ ઊઠવા પામી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો