સહાય:પંચમહાલમાં કોરોના મૃતકની સહાયના 50થી વધુ ફોર્મ અપાયા

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા કોરોના મૃતકોના સગાને રૂ.50 હજારની સહાય અપાશે
  • કોરોના મૃત્યુ પામ્યાના સર્ટિ. લેવા 200 જેટલા ફોર્મનો ઉપાડ

કોરોનાથી મૃત્યુ પામેલાને સહાય અાપવા હાઇકોર્ટે અાદેશ અાપતા રાજય સરકાર દ્વારા 50 હજારની સહાય અાપવાનુ નક્કી કરેલ છે. જેને લઇને કોવિડથી મૃત્યુ પામેલાના પરિવારજનો સિવિલ હોસ્પીટલમાં કોવિડથી મૃત્યુ પામ્યા હોવાનું સર્ટી લેવા ફોર્મ-4નું 200 જેટલા મૃતકોના સંગાઅો લઇ ગયા હતા. સરકારમાંથી ઠરાવ અાવતાં સોમવારથી કલેકટર કમ્પાઉન્ડમાં અાવેલ ડિઝાસ્ટર શાખામાંથી કોરોના મૃતકની સહાય માટેના ફોર્મ વિતરણની શરૂઅાત કરવામાં અાવી હતી. જિલ્લાના અારોગ્ય વિભાગ દ્વારા સરકારી અાંકડા મુજબ કોવિડથી 71 દર્દીઅોના મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કરેલ છે.

ત્યારે મંગળવાર સુઘી 60 જેટલા સહાયના ફોર્મનો ઉપાડ થઇ ગયો છે. જે ફોર્મ ભરીને મૃતકના સંગાઅોઅે જમા કરાવવાનુ હોય છે. અત્યાર સુઘી 5 જેટલા ફોર્મ જ જમા કરવામાં અાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જયારે કોગ્રેસ પક્ષની યાત્રામાં જિલ્લામાંથી 700 કરતા વધુ કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનો ફોર્મ કોગ્રેસ પક્ષે જમા કર્યા છે. જિલ્લામાં સહાયના ફોર્મ અંગેની જાણકારી ન હોવાથી કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...