સોની બજારને બુસ્ટર ડોઝ મળ્યો:ગોધરામાં 5 કરોડથી વધુ સોના-ચાંદીના દાગીના વેચાયા

ગોધરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 12 કરોડ જેટલું સોનુ, ચાંદી સહિત લગડીનું વેચાણ થયું: કોરોનાકાળ પહેલાંનો સમય ફરી આવ્યો
  • સોનાનો ભાવ 52,900 અને ચાંદીનો ભાવ 63,850 છતાં મુહૂર્તમાં ખરીદવાનો ઉત્સાહ અકબંધ : સવારથી લોકો ખરીદી માટે ઉમટ્યાં

મંગળવારે અખાત્રીજના તહેવારના પગલે ગોધરાના સોના ચાંદી બજારમાં રોનક જોવા મળી હતી. એક તરફ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે. તો બીજી તરફ સોના અને ચાંદીના કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી સોના ચાંદીની ખરીદી થઇ હતી. ભારતમાં ધનતેરસ બાદ સૌથી વધુ સોના ચાંદીની ખરીદી અખાત્રીજના દિવસે થયા છે.

કોરોના બે વર્ષ બાદ બજારો ખુલતાં ગોધરાના સોની બજારના વેપારીઅો માટે અખાત્રીજ બુસ્ટર ડોઝ સમાન બની ગયો હતો. સવારથી જિલ્લાના જવેલર્સમાં સોના ચાંદીની ખરીદી કરવા ગ્રાહકો ઉમટી પડયા હતા. કોરોનાના લીધે લગ્ન સમારોહ રદ કરવા પડયા હતા. પણ હાલ કોરોના ન હોવાથી અને સરકારી પ્રતિંબધો ઉઠતાં લગ્નની ધામધુમથી ઉજવણી થવાની હોવાથી સોનાચાંદી બજારમાં ખરીદી મોટા પાયે થતાં વેપારી ખુશ થયા હતા. ગોધરામાં 100થી વધુ સોના ચાંદીની જવેલર્સ તથા દુકાનો છે. અખાત્રીજે સોની બજારમાં ખરીદીની તેજી જામી હતી. અખાત્રીજને લઇને સોના-ચાંદીના સિક્કા અને લગડીના ઓર્ડર મળવા લાગતાં સોની બજારના વેપારીઓને હાશકારો થયો છે.

ગોધરા શહેરમાં સોના ભાવ ભલે 53 હજારનો હતો. પણ તેમ છતાં મોટા પ્રમાણમાં સોનાની ખરીદી થતાં વેપારીઅોને કોરોનામાં મંદ પડેલા સોના બજારમાં તેજી આવતાં જવેલર્સોમાં ગ્રાહકોની ભારે ભીડ તથા ખરીદીને લઇને વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. પંચમહાલ સોની મહામંડળના સભ્ય હરીશભાઇ સોનીના જણાવ્યા અનુસાર સોના ચાંદીના દાગીના સાથે લગડીની ધુમ ખરીદી અખાત્રીજના દિવસે થઇ છે. ગોધરામાં 5 કરોડથી વધુની સોના ચાંદીની ખરીદી થતાં વેપારીઅો ખુશ છે. જયારે અખાત્રીજે પંચમહાલના શહેરોમાં પણ ખરીદી નિકળતા જિલ્લામાં 12 કરોડથી વધુ સોના ચાંદીનું વેચાણ થયુ હતું. આમ બે વર્ષ બાદ સોનીબજારોમાં ફરી તેજી જોવા મળી હતી.

દાહોદમાં 1 કરોડની આસપાસ સોનાનું વેચાણ‌
વણજોઈતા મુહૂર્તને લઈ મંગળવારે અખાત્રીજ પર્વ નિમિત્તે દાહોદ પંથકમાં ઠેરઠેર લગ્નસમારંભો સહિત વિવિધ શુભકાર્યો યોજાયા હતા. આ દિવસે સોના-ચાંદી ખરીદવાનું પણ ખૂબ મહત્ત્વ છે. ત્યારે જિલ્લામાં અખાત્રીજે એક કરોડની આસપાસનું સોનું અને 25 લાખની આસપાસ ચાંદીનું વેચાણ થયું હોવાનું જાણવા મળે છે. સવારે 9.30થી બપોરે 2 અને બપોરે 3.30થી 5.30 દરમિયાનના મુહૂર્તમાં લોકો સોનું-ચાંદી ખરીદવા ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...