તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પંચમહાલ જિલ્લામાં 3.63 લાખથી વધુ લોકોને કોરોના રસીકરણ કરાયું

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18થી 44 વર્ષની વયના 49,801 લોકોને રસી અપાઈ

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણ સામે લોકોને સુરક્ષિત કરવા શરૂ કરાયેલ રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધી કુલ 3.63 લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જ્યારે પંચમહાલ જિલ્લાના કુલ 1,46,491 લાભાર્થીઓને કોરોનાની રસીનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે.

ઉંમર પ્રમાણે જોઈએ તો 18 થી 44 વર્ષના વર્ગમાં 49,801ને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. 45-59ના વયજૂથમાં 1,58,050 વ્યક્તિઓને પ્રથમ અને 60,508 વ્યક્તિઓને કોરોના વેક્સિનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે.

જ્યારે 60થી વધુ વયજૂથમાં 1,25,602ને પ્રથમ ડોઝ અને 62,251 વ્યક્તિઓને બીજો ડોઝ આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે. 9488 હેલ્થકેર વર્કરો, રેવન્યુ-પોલિસ, નગરપાલિકા જેવા ફ્રન્ટલાઈન વર્કરોની શ્રેણીમાં આવતા 14,886 વર્કરોને પણ રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. હાલમાં, જિલ્લામાં 25 સેશન સાઈટ પર વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

તાલુકા પ્રમાણે થયેલ રસીકરણ
તાલુકોરસીકરણ
ગોધરા88,595
કાલોલ53,833
હાલોલ51,617
તાલુકોરસીકરણ
શહેરા61,726
મોરવા(હ)46,648
ઘોઘંબા50,329
અન્ય સમાચારો પણ છે...