ભાસ્કર વિશેષ:ગોવિંદ ગુરુ યુનિવર્સીટીના ઓનલાઇન દ્વિતીય પદવીદાન સમારોહમાં 25,000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

ગોધરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13,097 વિદ્યાર્થીઓને પદવી અને 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રદાન કરાયા

ગુજરાત યુનિવર્સીટીમાં ભારણ અોછુ થાય તથા છેવાડાના વિદ્યાર્થીઅોને અમદાવાદ સુધી યુનિ.ના કામ માટે અવર જવર ન કરવી પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2015માં પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા તથા છોટાઉદેપુરની 100થી વધુ કોલેજોનો સમાવેશ કરી ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. ત્યાર બાદ યુનિ. સાથે વધુ ને વધુ કોલેજો જોડાતી ગઇ અને હાલ 170થી વધુ કોલેજો અને 1 લાખથી વધુ વિદ્યાર્થિઅો વિવિધ ફેકલ્ટીમાં હાલ અભ્યાસ કરી રહ્યા છે. અને પોતાની કારકીદી વધારી રહ્યા છે.

યુનિવર્સીટીને અગ્રેસર રાખવા માટે કુલપતિ દ્વારા સતત પ્રયાસો કરવામાં અાવી રહ્યા છે. અને વહિવટી વિભાગ દ્વારા પણ સહયોગ અાપવામાં અાવી રહ્યો છે. શુક્રવારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને તથા નેક તથા યુ.જી.સી.ના પૂર્વ ચેરમેન પ્રો.વી.એસ.ચૌહાણ કી-નોટ સ્પીકર તરીકેની ઉપસ્થિતમાં યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ઓનલાઈન માધ્યમથી યોજાયો હતો. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને આ પ્રસંગે શુભેચ્છાઓ આપી સમાજ પ્રત્યેની તેમની જવાબદારીઓ અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા પદવી માટેના પ્રસ્તાવોને અનુમોદન આપી પદવી માટે ઈચ્છા વ્યક્ત કરનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સ, એક્ઝીક્યુટીવ કાઉન્સિલ અને એકેડેમિક ફાઉન્સિલના સર્વે સભ્યો, સંલગ્ન કોલેજોના આચાર્યો વતી શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં મીડીયા સેલના કન્વિનર અજયભાઇ સોનીઅે જણાવ્યુ હતુ કે જુદી-જુદી વિદ્યાશાખાના કુલ 22000 વિદ્યાર્થીઓ પૈકી પદવી માટે અરજી કરનાર 13097 વિદ્યાર્થીઓને પદવી અને કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અેનાયત કરવામાં આવેલ હતા.

તમામ પદવી મેળવનાર વિદ્યાર્થીઅોને તેઅોની પદવીના સર્ટી. પોષ્ટ દ્વારા તેમના ધરે પહોચતા કરશે. મુનપુર કોલેજના અાચાર્ય ડૉ. મહેશ મહેતા દ્વારા કરવામાં આવેલ હતું અને આભાર વિધિ ડૉ. મુકેશ પટેલ, કા.કુલસચિવ અનિલભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ હતું. આ ઓનલાઈન પદવીદાન સમારોહનું યુનિવર્સિટીની વેબસાઈટ, ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલ પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવેલ હતું. જેનો લાભ લેનારની સંખ્યા 25000થી વધુ હતી.

યુનિ.ની 6 વિદ્યાશાખાના કુલ 13097 વિદ્યાર્થીઅોને પદવી એનાયત કરાઇ
વિદ્યાશાખાપદવીની સંખ્યા
વિનયન6375
શિક્ષણ2202
વિજ્ઞાન2173
વિદ્યાશાખાપદવીની સંખ્યા
કાયદા67
તબીબી98
વાણિજ્ય2182
અન્ય સમાચારો પણ છે...