તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘવર્ષા:સાૈથી વધુ શહેરા તાલુકામાં 15 મિ.મી વરસાદ નોધાયો

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લામાં ગોરભાંયેલા વાદળથી અંધકાર છવાયું હતું. પવન ફુકાતાં વાદળાં ખેચાઇ જતાં અમી છાટાં પડીને વરસાદે સંતોષ માન્યો હતો.જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે હાથતાળી આપતાં ખેડુતો ચિતાં મુકાયા હતા. વરસાદ પર નિર્ભર ખેતીને નુકસાની ની ભીંતી સેવાય રહી છે. જિલ્લામાં ઝાપટા સાથે વરસાદ હજુ મન મુકી ન વરસતાં જિલ્લાના ડેમોમાં નવા પાણીની આવક થઇ નથી. હાલ જળાશયો 50 ટકા કરતાં ઓછા ભરેલા છે. ત્યારે મન મુકીને વરસાદ વરસે તેવી અરજ ખેડુત કરી રહ્યા છે.

બુધવારે સવારે વાદળો ધરાયા પણ એક ઝાપટું આવીને વરસાદ ગાયબ થઇ ગયો હતો. જિલ્લામાં બુધવારે સાૈથી વધુ શહેરા તાલુકામાં 15 મી.મી, કાલોલમાં 13 મી.મી, ગોધરામાં 4 મી.મી, મોરવા(હ)માં 10, હાલોલમાં 13 તથા ઘોઘંબામાં 5 મી.મી વરસાદ નોધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...