તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ફેફસાંમાં 80% ઇન્ફેક્શન હોવા છતાં મોકળના ગણપતસિંહ ચૌહાણે કોરોના વાઇરસ અને મ્યુકોરમાઈકોસિસને માત આપી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીમાર પિતાની સેવા કરવા બે પુત્રોએ નોકરીનો ત્યાગ કર્યો હતો : 50 દિવસ બાદ ઘરે પહોચ્યાં

50 દિવસ બાદ 56 વર્ષીય કાલોલ તાલુકાના ગણપતસિંહ ચૌહાણે કોરોના અને મ્યુકરમાઈકોસિસ જેવા ભયાનક રોગ સામે લડત આપીને સિવિલ વડોદરાથી બુધવારે ઘરે પરત આવ્યા. પરિવારના મુખ્ય વ્યક્તિ એવા ગણપતસિંહ સાજા થઈને ઘરે પરત આવેલા જોઈને ઘરના બધા જ સભ્યોએ આનંદ ની લાગણી વ્યક્ત કરી. કાલોલ તાલુકાના મોકળ ગામના વતની ગણપતસિંહ ચૌહાણ કોરોનાનો ચેપ લાગતાં 11 મે ના રોજ તેમને હાલોલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારબાદ 18 મે ના રોજ તબિયત બગતાં વડોદરાની બેન્કર્સ હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા હતા.

બેન્કર્સ હોસ્પિટલ તેમને કોરોનાની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન મ્યુકારમાઈકોસિસ થવાને કારણે એસ.એસ.જી સિવિલ હોસ્પિટલ વડોદરા ખાતે લઇ જવામાં આવ્યા હતા. એક બાજુ કોરોના અને બીજી બાજુ મ્યુકરમાઇકોસીસની બીમારી થવાને કારણે ગણપતસિંહ ચૌહાણ ની તબિયત ખુબ જ ખરાબ થવા લાગી તેમના ફેફસાં માં 80 ટકા ઇન્ફેક્શન થઈ ગયું. તેથી તેઓ 15 દિવસ સુધી વેલટીલેટર રહ્યા હતા. ત્યારબાદ બઇપેપ લગાવવામાં આવ્યું. તેમના શરીર માં ઓકસીજન નું પ્રમાણ વારંવાર ઘટી જતું હતું. તેથી મ્યુકરમાઇકોસિસની સર્જરી થઈ શકે તેમ હતી નહિ.

એસ.એસ.જી સિવિલ હોસ્પિટલના તજજ્ઞ ડોકટરો દ્વારા ગણપતસિંહને સારી સારવાર કરવામાં આવી પરિણામે તેઓનું ઓકસીજન લેવલ જાળવવા લાગ્યું છતાં પણ તેમને 24 કલાક એન.આર.બી.એમ. માસ્ક ફરજિયાત પહેરી રાખવું પડતું હતું. તેવામાં સર્જરી કરવી ખુબ જ કઠિન હતી છતાં સિવિલ હોસ્પિટલના તજજ્ઞ ડોકટરોએ હિંમત આપીને સર્જરી કરી. ત્યારબાદ ગણપત સિંહ ની તબિયત સુધારો આવ્યો. બુધવારના રોજ તેમને સિવિલ હોસ્પિટલ વડોદરા માંથી રજા આપવામાં આવી. ગણપતસિંહે હોસ્પિટલ ના બધાજ સ્ટાફ મિત્રો નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

હિમંત રાખીને બે ગંભીર બીમારીને હાર અાપી
હિંમત રાખો તો કોરોના કે મ્યુકરમાઈકોસિસ જેવી ગંભીર બિમારી સામે લડી શકાય છે. મારી બાજુમાં રહેલા ઘણા દર્દીઓના મૃત્યુ થતાં હતા છતાં મે હિંતપૂર્વક મારી લડત ચાલુ રાખી હતી. એસ.એસ.જી સિવિલ હોસ્પિટલ વડોદરા ખાતે ડૉકટર એ તેમની ખુબ જ સારી રીતે મારી સારવાર કરી હતી.જલ્દી સાજા થવામાં હોસ્પિટલના બધા જ સ્ટાફ મિત્રો એ મને મદદ કરી હતી.>ગણપતસિંહ ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...