ખાતરી:શહેરા તા.ના 85 સરપંચો સાથે ધારાસભ્યની વીડિયો કોન્ફરન્સ

ગોધરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચોને મદદરૂપ થવાની ખાતરી

કોરોના લોકડાઉનની ગંભીર પરિસ્થીતીમાં શહેરા મત વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે શહેરા તાલુકાના 85 ગામના સરપંચો વિડીયો કોન્ફરન્સ દ્વારા સીધી વાત કરી હતી. ધારાસભ્યે કોરોના ની મહામારી સામે જરૂરી સુચનો કરી જરૂરી જણાય ત્યાં તમામ પ્રકારની સહાયતા ઐપવાની ખાતરી આપી હતી. વિડીયો કોન્ફરન્સમાં ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે જણાવ્યું કે કોરોના સામે સાવચેતીના ભાગે ગામમાં દરેકે બહાર નીકળતાં પહેલા મોઢાં પર માસ્ક અવશ્ય પહેરવાનું રહેશે. ગ્રામ પંચાયત, સસ્તા અનાજની દુકાનો , હેન્ડપંપ, દુધમંડળીઓ સહીત જાહેર સ્થળોને નિયમીત સેનીટાઇઝ કરીશું. ગામમાં બહારથી આવતાં લોકોને યોગ્ય મેડીકલ તપાસ કરાવી કાળજી લઇશું. સરકાર ના તમામ સુચનોનું પાલન કરવું તેમજ જે ગ્રામ્ય વિસ્તારમાં જરૂર જણાય  ત્યાં શહેરા ધારાસભ્ય ની ઓફિસે  સંપર્ક કરતાં મદદરૂપ થવાની ખાતરી ધારાસભ્યે અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...