તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પંચમહાલમાં મંત્રી જયદ્રથસિંહ પરમારે 6થી વધુ કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લઇ સમીક્ષા કરી

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 487 કોવિડ કેર સેન્ટરો પર 2300થી વધુ બેડની સુવિધા ઉભી કરાઈ

‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ ગામેગામ કોવિડ કેર સેન્ટરો શરૂ કર્યા છે. રવિવારે કૃષિ પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે જિલ્લાના સાતે તાલુકાના કેર સેન્ટરોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. રાજ્યમંત્રી અને હાલોલના ધારાસભ્યે જાંબુઘોડાના ડુમા, હાલોલના શિવરાજપુર, ઘોઘંબાના રણજિતનગર, કાલોલના રાબોડ, ગોધરાના નવા મોરડુંગરા, શહેરાના બાહી અને મોરવા હડફના સાલીયા ખાતે સેન્ટરોની રૂબરૂ મુલાકાત લઈ પ્રાથમિક સારવાર અને આઇસોલેશન માટે ઉભી કરાયેલી સુવિધાઓનું નિરીક્ષણ હાથ ધર્યું હતું.

દર્દીઓના સ્વાસ્થયની સ્થિતિ પર નજર રાખવા માટે ઉપલબ્ધ આરોગ્યકર્મીઓ, કર્મીઓની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી, સર્વે અને ધન્વન્તરી રથની કામગીરી સહિતની બાબતો અંગે માહિતી મેળવી ઉપયોગી માર્ગદર્શન અને સૂચનાે આપ્યા હતા. જ્યાંથી વધુ કેસો મળી રહ્યા હોય તેવા વિસ્તારો આઈડેન્ટીફાઈ કરી ત્યાં સઘન સર્વે કરી આવા હોટસ્પોટ વિસ્તારોમાં ધન્વન્તરી રથ-ટેસ્ટિંગ-દવાઓનું વિતરણ સહિતની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી હતી.

કોરોનાની આ પરિસ્થિતિ ખાળવામાં ગ્રામજનોનો સહયોગ અને સક્રિયતા અતિ મહત્વના પરિબળો છે ત્યારે સ્થાનિક આગેવાનોની ભૂમિકા અગત્યની રહેવાની છે તેમ જણાવતા તેમણે આગેવાનોને ગામના લોકોઆ આઇસોલેશનનું, સમયસર ટેસ્ટિંગ અને સારવાર લેવાનું મહત્વ સમજે અને ઉભા કરાયેલા કેન્દ્રો પર આ સુવિધાઓ લેતા થાય અને ગામડાઓમાં કોરોનાને પ્રસરતો અટકાવવામાં પોતાનો સહયોગ આપે તે માટે સમજાવવા પણ અપીલ કરી હતી. ગ્રામ્ય સ્તરે આવી રહેલા કેસોની સારવાર ગામમાં જ ઝડપથી અને અસરકારક રીતે થઈ શકે તે માટે આ અભિયાન અંતર્ગત ગામોમાં આ સુવિધા ઉભી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...