તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી:ધુસર પાસે ગોમા નદીમાંથી ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ બેફામ બન્યા

ગોધરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10થી વધુ ટ્રેકટર દ્વારા ખનીજ ચોરી કરતાે વીડિયો વાયરલ થયો
  • માજી સાંસદની ખનીજ ચોરી બંધ કરાવવા કલેકટરને રજૂઅાત

કાલોલ તાલુકામાંથી પસાર થતી ગોમા નદીમાં મોટા પાયે થતી ખનીજ ચોરીને લીધે ઉડા ખાડાઅો પડી જવાથી અક્સમાતનો ભય સેવાઇ રહ્યો છે. ગોમા નદી કિનારા પાસેના ગામોમાંથી ખનીજ ચોરી કરીને લઇ જતાં વાહનોથી અક્સ્માતના અનેક બનાવો બન્યા છે. તેમા ધુસર પાસેની ગોમા નદીમાંથી ખનીજ ચોરીની અસંખ્ય ચોરી થતી હોવાની ફરીયાદો હોવા છતાં ખનીજ વિભાગ કાર્યવાહી કરવાના નામે અેક બે વાહનો પડીને સંતોષ માને છે. હાલમાં ધુસર પાસેની ગોમા નદીમાં 10 થી વઘુ ટ્રેકટર ખનીજ ચોરી કરતાં હોવાનો વિડીયો વાયરલ થયો હતો.

ખનીજ માફિયા સામે દંડ સાથે કડક કાર્યવાહી કરવામાં અાવે નહિ ત્યાં સુધી ખનીજ ચોરી કરવાનું બંધ થશે નહિ. ત્યારે પંચમહાલના માજી સાંસદ પ્રભાતસિંહ ચાૈહાણે જિલ્લા કલેકટરને ગોધરાના મહેલોલ પાસેના રુપણપુરા સેજામાં હાલ નવિન બનતાં દિલ્લી મુંબઇ કોરીડોર રોડના કામે વપરાતી માટી- રેતી મંજુરી સિવાય ખનન અને વહન થાય છે. અા ખનીજ ચોરીમાં સ્થાનીકો ભાગીદાર હોવાનો અાક્ષેપ કરીને કલેકરટને રજુઅાત કરી હતી. અને કલેકટરને તાત્કાલિક તપાસ કરી ગેરકાયદેસર માટી રેતીનું વહન બંધ કરાવવા અરજ કરી હતી. માજી સાંસદે કલેકટરને ધુસર પાસેની ગોમા નદીમાં બેફામ ખનીજ ચોરીને બંધ કરાવવાની પણ રજુઅાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...