આપકે દ્વાર આયુષ્યમાન:ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે PMJAY-મા કાર્ડ વિતરણ સાથે મેગા હેલ્થ કેમ્પ યોજાયો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને PMJAY-MA કાર્ડ વિતરણ અને મેગા હેલ્થ કેમ્પ યોજાયો - Divya Bhaskar
ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને PMJAY-MA કાર્ડ વિતરણ અને મેગા હેલ્થ કેમ્પ યોજાયો
  • એમબીબીએસની પ્રથમ બેચ ટૂંકાગાળામાં શરૂ થાય તે જરૂરી

પૈસાના અભાવે રાજ્યનો કોઈ પણ નાગરિક જરૂરી શ્રેષ્ઠ સારવારથી વંચિત ન રહે, નાણાકીય ખેંચના લીધે કોઈ પરિવાર બીમારીના લીધે પોતાનો આધારસ્તંભ ન ગુમાવે તેવા ઉદ્દાત હેતુ સાથે રાજ્યભરમાં “આયુષ્માન આપ કે દ્વાર” અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત ગોધરા સિવિલ હોસ્પીટલમાં આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર અધ્યક્ષતામાં PMJAY-MA કાર્ડ અને મેગા હેલ્થ કેમ્પનાં ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

ગોધરા ખાતે 325 કરોડના ખર્ચે 300 બેડની સુવિધા ધરાવતી નવી મેડિકલ કોલેજ પણ વહેલી તકે, શક્યત આ જ વર્ષે શરૂ કરવા માટે હરસંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવતા આ કોલેજનાં ડોક્ટર-નર્સીસ માટે હોસ્ટેલ, લેબોરેટરી, લાઈબ્રેરી સહિતની સુવિધાઓ વહેલીતકે ઉપલબ્ધ કરાવી એમબીબીએસની પ્રથમ બેચ ટૂંકાગાળામાં શરૂ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. તેમ મંત્રી નીમીષાબેન સુથારે જણાવ્યું હતું.

પંચમહાલ જિલ્લામાં પણ 98 ટકા રસીકરણની સિધ્ધિ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. જેમને રસીના બંને પૈકી એક પણ ડોઝ લેવાના બાકી છે. તેમને સમયસર રસી લઈ લેવા તેમજ ન્યુમોનિયા સામે રક્ષણ આપતી રસી બાળકોને વિનામૂલ્યે મુકવાની શરૂઆત થઈ છે. ત્યારે આ રસી પણ માર્ગદર્શિકા અનુસાર મુકાવવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...